Gujarati News

Gujarati News

News of Saturday, 7th September 2019

ઉનાની અમોદરા માધ્ય. શાળાના આચાર્ય નીતિનભાઇ ઓઝાને શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ

ઉના તા. ૭: તાલુકાનાં અમોદરા માધ્યમિક શાળાનાં આચાર્યને શ્રેષ્ઠ શિક્ષક તરીકે સન્માન કરાતા જીલ્લાનું ગૌરવ વધ્યું છે.

આમોદરા ગામે શ્રી વિનય મંદિર માધ્યમિક શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવતા શ્રી નીતિનભાઇ બાબુભાઇ ઓઝાએ પદભાર સંભાળ્યો ત્યારથી શાળાને આદર્શ શાળા બનાવી હતી. તેમણે ભાર વગરનું ભણતર, વિદ્યાર્થીઓમાં સ્વચ્છતા, ત્યાં પ્રભુતા અને સ્માર્ટ કલાસ દ્વારા શિક્ષણ આપી શિક્ષણ ધોરણ સુધારવામાં મહત્વનો ફાળો આપેલ તાજેરમાં તેમને માધ્યમિક વિભાગમાં રાજય કક્ષાએ શ્રેષ્ઠ શિક્ષક તરીકે પસંદગી પામેલ અને ગાંધીનગર રાજયપાલશ્રી, દેવવ્રતજી, મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી અને શિક્ષણ મંત્રીશ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ એવોર્ડ પ્રમાણપત્ર અને ધનરાશીનો ચેક અર્પણ વિશાળ સમારોહમાં અર્પણ કરતા સમગ્ર ઉના તાલુકા શિક્ષણ જગત સમસ્ત બ્રહ્મ સમાજે ગૌરવ અનુભવ્યું હતું.

(11:27 am IST)