Gujarati News

Gujarati News

News of Saturday, 7th September 2019

માણાવદર પંથકમાં અડધાથી ૭ ઇંચ વરસાદ : જાંબુડામાં ૭ ઇંચ વરસાદથી સર્વત્ર પાણી-પાણી

માણાવદર : પંથકમાં બપોર બાદ ફરી બારેય મેઘ ખાંગા થયા હોય તેમ બે કલાકમાં ૩ થી માંડીને ૬ ઇંચ જેટલો અનરાધાર વરસાદ પડયો હતો. માણાવદર શહેરમાં ઠેર-ઠેર જળબંબાકાર ૪ ઇંચમાં થયું હતું તો તાલુકાના જાંબુડા ગામે બે કલાકમાં આશરે ૭ ઇંચ જેટલો વરસાદ પડી જતાં જાંબુડા ગામના રસ્તા ઉપર પાણી ફરી વળ્યા હતાં જેથી માણાવદરથી વિખુટુ પડી ગયું હતું. પાદરમાં પાણી ઘુસી ગયા હતાં તો થાળીયાણા, જીંજરી-ગળવાવ સહિત ગ્રામ્ય વિસ્તારોમાં પ્રચંડ વીજળીના કડાકા ભડાકા સાથે પ થી ૬ ઇંચ જેટલો વરસાદ પડી જતાં નદી-નાળા બેફામ પાણી વહી રહ્યા છે. (તસ્વીર-અહેવાલ : ગિરીશ પટેલ-માણાવદર)

(11:23 am IST)