Gujarati News

Gujarati News

News of Friday, 7th September 2018

જેતપુરના બોરડી સમઢીયાળામાં એક સાથે ૬ મંદિરના તાળા તુટયાઃ અડધા લાખની ચોરી

જેતપુર તા.૭: શહેરનાં મંદિરમાં ચોરી કરતી તસ્કર ટોળકી ફરી સક્રિય થઇ હોય તેમ થોડા દિવસો પહેલા ધોરાજી રોડ પરના મહાદેવ મંદિરમાંથી ચાંદીનો નાગ સહિતની તેમજ કણકિયા પ્લોટમાં કનકેશ્વર મંદિરમાંથી પણ ૧ કિલો જેટલા વજનનો ચાંદીનો નાગ ચોરી કરી ગયેલ આ લુખ્ખાઓ ફરી સક્રિય થયા હોય તાલુકાના બોરડી સમઢીયાળા ગામે એક સાથે છ ધાર્મિક મંદિરોને ટાર્ગેટ બનાવી અડધા લાખથી પણ વધુની ચોરી કરી નાસી છુટેલ.

જેમાં રામદેવપીરના મંદિરમાંથી ચાંદીની મુર્તિ-ર, સોનાનું ભાલુ-૧,ચાંદીના કાન, છતર, ઇલેકટ્રીક સગડી, દાન પેટીમાંથી રોકડ રૂ. ૧૦૦૦/- મળી કુલ રૂ. ૪૨,૦૦૦ની ચોરી કરેલ હોય તે અંગેની ફરિયાદ મંદિરના પુજારી ચંદુભાઇ વાલજીભાઇ બુટાણી એ પોલીસમાં નોંધાવેલ જેના પગલે પી.એસ.આઇ. એચ.એ. જાડેેજા સ્ટાફ સાથે બનાવના સ્થળે પહોંચી તપાસ કરતા અન્ય ચામુંડા માતાજી ખોડિયાર માતાજી, હીરેશ્વર મહાદેવ, હનુમાનજી મંદિર, લાલજી મહારાજ મંદિરમાં પણ ચોરી થયેલ હોય ત્યાં તપાસ કરતા કોઇ મંદિર માંથી રોકડા રૂપિયા, ચાંદીના છતર સહિતની નાની મોટી ચોરી થયેલ હોય આ ચોરીનો આંક અડધા લાખથી પણ વધુ થતો હોય પોલીસે ચોરીનું પગેરૂ શોધવા ચક્રો ગતિમાન કર્યાં છે.

(4:14 pm IST)