Gujarati News

Gujarati News

News of Friday, 7th September 2018

ધ્રોલના ઐતિહાસીક ભુચર મોરી લોકમેળાનું કાલે પુનમબેન માડમના હસ્તે ઉદઘાટન

ધ્રોલ, તા., ૭: ધ્રોલના ઐતિહાસીક ભુચર મોરીના મેદાનમાં દર વર્ષે નગર પાલીકા દ્વારા લોકમેળાનું આયોજન શ્રાવણ વદ તેરસ-ચૌદસ અને અમાસ એમ ત્રણ દિવસ માટે યોજવામાં આવે છે. આ લોકમેળાનું ઉદઘાટન જામનગરના સાંસદ પુનમબેન માડમના હસ્તે તા.૮ના રોજ યોજવામાં આવેલ છે.

ધ્રોલ ખાતે યોજાતા આ લોકમેળામાં ધ્રોલ-જોડીયા સહીત જામનગર જીલ્લા તેમજ સૌરાષ્ટ્રભરમાંથી લોકમેળાની મોજ માણવા લાખો લોકો ઉમટી પડે છે. ત્યારે આયોજકો તેમજ સતાધીશો તરફથી આ લોકમેળો લુંટમેળો ના બને તેમજ લોકોને વાહન વ્યવહારની સુચારૂ વ્યવસ્થા મળી રહે તે અંગે યોગ્ય આયોજન કરવામાં આવે તેવી લોકોની માંગણી છે.

(4:13 pm IST)