Gujarati News

Gujarati News

News of Friday, 7th September 2018

ધોરાજીના વેગડી ગામની સીમમાંથી હજારો બોટલ દારૂ-બીયર ઝડપાયોઃ ૧ ની શોધખોળ

પોલીસ ઇન્સ્પેકટર એમ.વી.ઝાલા અને સ્ટાફને સફળતાઃ ભાવેશ કોડીયાતરે દારૂ ઉતાર્યાનું બહાર આવ્યું

 ધોરાજી, તા., ૭: પોલીસ અધિક્ષક શ્રી રાજકોટ ગ્રામ્ય બલરામ મીણાની સુચના મુજબ નાયબ પોલીસ અધિક્ષક જેતપુર ડીવીઝન જે.એમ.ભરવાડ, પ્રોહી. જુગાર અંગેની બદીને સંપુર્ણ રીતે નેસ્ત નાબુદ કરવા જે અન્વયે ધોરાજી પો. સ્ટે.ના પો.ઇન્સ.શ્રી એમ.વી.ઝાલા  સા પોલીસ સ્ટાફ પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન મળેલ ચોક્કસ હકીકત આધારે ધોરાજીના વેગડી ગામની સીમમાંથી એક ઓરડીમાં દારૂના કેસમાં નાસ્તો ફરતો આરોપી  ભાવેશ ભોજાભાઇ કોડીયાતરે છૂપાવેલ છે. જે આધારે પોલીસે રેઇડ કરી નીચે મુજબનો ઇંગ્લિશ દારૂ અપકડી પાડી ધોરણસરની કાર્યવાહી કરેલ છે.

(૧) રોયલ આર્મ્સ વિસ્કી ૭૫૦ એમએલ કાચની સીલપેક બોટલ નંગ ૩૨૪ કિંમત રૂ૯૬૯૦૦/-

(૨) મેકડોવેલ નંબર વન સુપિરિયર વ્હિસ્કી ૭૫૦ એમએલ કાચની સીલપેક બોટલ નંગ ૧૪૮૮ કિંમત રૂ-૪૪૬૪૦૦

(૩)એવરીડે ગોલ્ક સુપિરિયર વ્હિસ્કી ૭૫૦ એમએલ કાચની સીલપેક બોટલ નં.૨૮૪ કિંમત રૂ-૮૫૨૦

(૪)રોયલ ચેલેન્જ કલાસિક પ્રીમિયમ વિસ્કી ૭૫૦ એમએલ કાચની સીલપેક બોટલ નંગ ૨૨૮ કિંમત રૂ૧૩૨૮૦૦/-

હેવર્ડસ ૫૦૦૦ સ્ટ્રોંગ બિયર ટીન નંગ ૧૩૬૮ કિંમત રૂ ૧૩૬૮૦૦/-

કુલ રૂ૯૦૨૪૦૦/- નો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે. ભાવેશ ભોજાભાઇ કોડીયાતર રહે વેગડી વાળાઓ વિરુદ્ઘ પ્રોહિ એકટ મુજબ ધોરણ સર કાર્યવાહી કરેલ છે

આ કામગીરીમાં શ્રી જે.એમ. ભરવાડ તથા પોલીસ ઈન્સપેકટર એમ.વી ઝાલા ઝાલા તથા પો હેડ કોન્સ વિજયભાઈ, અશોકભાઈ તથા પો.હેડકોન્સ લાલજીભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ નારણભાઈ પંપાણિયા જેતપુર સીટી તથા વિશાલભાઈ સોનારા તથા અનિરુદ્ઘસિંહ ઝાલા તથા ચંદ્રસિંહ વસૈયા તથા ઘનશ્યામસિંહ જાડેજા વિગેરે જોડાયા હર્તાં

(4:12 pm IST)