Gujarati News

Gujarati News

News of Friday, 7th September 2018

ધ્રાંગધ્રા મેળામાં વિચિત્ર ઘટનાઃ ઘાસચારાની ચોરી કરનારને ઉંટે બટકા ભરીને પછાડી દીધો

 વઢવાણ, તા.૭: ધ્રાંગધ્રામાં યોજાયેલ આ મેળામાં ઉંટ સવાર માટે ઉંટો રખાયા હતા ત્યારે ઉંટ સવારી બાદ ઉંટને નાખવામાં આવતો ચારો એક બીજા ઉંટના માલિક દ્વારા ચારો ચોરી અને તેના ઉંટને મેળામાં છેલ્લા ત્રણ-ત્રણ દિવસસથી બીજા ઉંટનો માલીક નાંખતો હતો.

ત્યારે નાખેલો ચારો ચોરવા માટે આવેલા એક ઉંટના માલિકને - આ ઉંટ જાહેરમાં બચકા ભરી પછાડી પછાડી ગુંલાટો ખવડાવ્યા ફેકચર થતા મેળમાં ૧૦૮ બોલાવી સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો ત્યારે ચારાની ચોરી બીજા ઉંટના માલીકને ભારે પડી હતી.

(4:10 pm IST)