Gujarati News

Gujarati News

News of Friday, 7th September 2018

ગોંડલમાં ભાણેજોએ રૂ. ૮૦૦ની ઉઘરાણી કરતા મામાઓએ તલવાર ઝીંકી

 ગોંડલ તા.૭: ગોંડલના વોરાકોટડા રોડ ઉપર આવાસ યોજનામાં રહેતા દેવીપુજક પરિવારના સુનિલ મનસુખભાઇ સોલંકી તેમજ તેના ભાઇ મંગળ ઉપર તેના સગા મામા વિક્રમ તથા સન્નીએ રૂ. ૮૦૦ની ઉઘરાણી કરવા બાબતે ઉશ્કેરાઇ જઇ તલવાર વડે હુમલો કરી પથ્થરોના ઘા મારતા બંન્ને સગા ભાણેજ ઘવાતા સારવાર માટે ખસેડાયા હતા, બાદમાં પોલીસ ફરિયાદ નોંધાવતા સીટી પોલીસ ઇન્સ્પેકટર કે.એમ. રામાનુજ દ્વારા તપાસ હાથ ધરવામંા આવી છે. પોલીસે બંન્ને મામાઓ વિરૂદ્ધ આઇપીસી કલમ ૩૦૭,૩૦૭, ૫૦૪ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટનાની ફરિયાદ નીમુબેન સોલંકી દ્વારા લખવામાં આવી છે.

(4:10 pm IST)