Gujarati News

Gujarati News

News of Friday, 7th September 2018

જામનગરમાં ઉછીના પૈસાની ઉઘરાણી કરતા ખૂનની ધમકી

 જામનગર તા. ૭ : અહીં સીટી એ-ડિવીઝન પોલીસ સ્ટેશનમાં રમેશભાઈ નાનજીભાઈ ભદ્રા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.ર૬–૮–ર૦૧૮ના વિશ્રામવાડી માં ફરીયાદી રમેશભાઈએ આ કામના આરોપી હરીશભાઈ ધરમશીભાઈ ભદ્રા, રે. જામનગરવાળા ને હાથ ઉછીના ૧૧,૦૦,૦૦૦ આપેલ હતા જેની ઉઘરાણી કરતા આ કામના આરોપી હરીશભાઈએ ફરીયાદી રમેશભાઈને તથા તેના દિકરાને જાનથી મારી નાખવાની ધમકી આપી ગાળો કાઢી ગુનો કરેલ છે.

સરકારી આવાસ પાસે જુગાર રમતા સાત શખ્સો ઝડપાયા

અહીં સીટી-સી પોલીસ સ્ટેશનમાં કોન્સ. રાજેન્દ્રસિંહ બચુભા જાડેજા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૭–૯–ર૦૧૮ના ગોલ્ડન સીટી પાસે આવેલ સરકારી આવાસ બ્લોક નં. ૧૭, પાસે આ કામના આરોપીઓ વિજયભાઈ બહાદુરભાઈ સોલંકી, મનુભા રણજીતસિંહ જાડેજા, દિલાવરસિંહ ભુપતસિંહ જાડેજા, રવીરાજસિંહ કેશુભા ચાવડા, માનસંગ ધીરૂભા કછુવા, કાન્તીભાઈ ગોવીંદભાઈ વાડોલીયા, પ્રદીપસિંહ કેશુભા ચાવડા, રે. જામનગરવાળાઓ જાહેરમાં સ્ટ્રીટ લાઈટા અજવાળે ગંજીપતાના પાના વડે પૈસાની લેતીદેતી કરી પૈસાની હારજીત કરી તીનપતી નામનો જુગાર રમતા રેઈડ દરમ્યાન કુલ રૂ.૧૦પ૧૦ તથા ગંજીપતાના પાના નંગ– પર સાથે રેઈડ દરમ્યાન ઝડપાઈ ગયેલ છે.

મસીતીયા ગામે જુગાર રમતા નવ શખ્સો ઝડપાયા

અહીં પંચ-બી પોલીસ સ્ટેશનમાં જયદીપસિંહ સુરેન્દ્રસિંહ જાડેજા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૭–૯–ર૦૧૮ના મસીતયાગામની શાળા પાસે આ કામના આરોપીઓ સન્નીકુમાર હરીહરકુમાર સૈની, ઈરફાન અબ્બાસભાઈ કાગળા, અસગર ફકરીમામદ મેકાણી, બોદુભાઈ હાજીભાઈ પતાણી, બોદુભાઈ કાસમભાઈ જસાણી, અબ્બાસભાઈ જુમાભાઈ પતાણી, મુસાભાઈ વલીમામદભાઈ દેસાણી, અનવરભાઈ હુશેનભાઈ સાયાવારા, યુસુફભાઈ લતીફભાઈ ખફી રે. મસીતીયાગામ  જિ.જામનગરવાળા જાહેરમાં તીનપતી રોનો પોલીસ નામનો જુગાર રમી રમાડી પૈસાની હારજીત કરતા રેઈડ દરમ્યાન રોકડા રૂ.૧૦૭૦૦ તથા ત્રણ મોટરસાયકલ કિંમત રૂ. ૭૦,૦૦૦ એમ કુલ રૂ.૮૦,૭૦૦ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.

વનાણા ગામે જુગાર રમતા બે શખ્સો ઝડપાયા : ચાર ફરાર

શેઠવડાળા ગામે કોન્સ. દશરથસિંહ મહોબતસિંહ પરમાર એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૭–૯–ર૦૧૮ના વનાણાગામે આ કામના આરોપીઓ  મુસાભાઈ અલ્લારખાભાઈ સમા, દેશુરભાઈ સોમતભાઈ ડાંગર, ગોકળ કુંડાળુવળી  ગંજીપતાના પાના વડે તીનપતી રોન પોલીસ નામનો જુગાર રમી પૈસાની હારજીત કરી રેઈડ દરમ્યાન રોકડા રૂ.૩૩૪૦૦ તથા ગંજીપતાના પાના નંગ–પર તથા ચાર મોબાઈલ ફોન કિંમત રૂ.૩પ૦૦ સાથે કુલ મુદામાલ ૩૬૯૦૦ સાથે બે ઝડપાયા તથા આ કામના અન્ય આરોપીઓ રતાભાઈ પોલાભાઈ ભરવાડ, દિનેશભાઈ માલદેભાઈ વસરા, સોમતભાઈ ગીલાભાઈ કાબરીયા, ધીરૂભાઈ ઉર્ફે ડાડુભાઈ ડાંગર ફરાર થઈ ગયેલ આ અંગે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

(4:08 pm IST)