Gujarati News

Gujarati News

News of Friday, 7th September 2018

રવિવારથી ઓસમ પર્વત ઉપર શ્રી માત્રી માતાજીનાં સાનિધ્યમાં લોકમેળો

ત્રણ દિવસ સુધી મોટી સંખ્યામા લોકો ઉમટશેઃ રાસ ગરબા-ભવાઇના કાર્યક્રમોઃ મંગળવારે સંધ્યાઆરતી સાથે મેળાની પુર્ણાહુતી

પાટણવાવ, તા.૭: ધોરાજી તાલુકાના પાટણવાવના ઓસમ પર્વતપર બિરાજમાન આધ્યશકિત શ્રી માત્રી માતાજીના સાન્ધ્યિમાં દર વર્ષની માફક આ વર્ષ પણ પ્રચિન, અર્વાચિન અને આધ્યાત્મિક એમ ત્રિવેણી સંગમ સમાન ભાતિગળ ભવ્ય લોકમેળાનું આયોજન કરાયું છે.

મહાભારતના સમયકાળ દરમ્યાન શ્રી માત્રી માતાજી '' શ્રી છત્રેશ્રવરી માતાજી''ના નામથી પ્રચલીત હતા. અને આ પર્વનની શિલાઓ સિદ્ધિ સપાટ અને માખણ જેવી લીસ્સી હોવાથી તે સમયમાં ''માખણીયા પર્વત''થી ઓળખવામાં આવતો. આ પર્વતનું વિહંગાવલોકન કરતા તે ઁ (ઓમ) આકારનો દશ્યમાન થાય છે. તથી ઓમ+સમ= ઓસમનાં નામથી ઓળખાય છે. શ્રી અત્રીમુની તથા અનસુયા માતાએ શ્રી માત્રી માતાજીનું જપ, તપ તથા આરાધનાં આ પર્વત પર કરેલ હતી. તેની આરાધનાનાં ફળ સ્વરૂપે અત્રી મુનીનાં નામથી માતાજીનું નામ પચલિત બન્યુ મા+અત્રી= માત્રી જે નામ હાલમાં જગવિખ્યાત છે.

પાટણવાવ ગામમાં પણ શ્રી માત્રી માતાજીનો મઢ (જગ્યા) આવેલ છે. શ્રી માત્રી માતાજીની જગ્યાનાં ગાદીપતી વંશ પરંપરાગત ફકકડની છે. એટલે કે આ જગ્યાનાં ગાદીપતીએ આજીવા બહ્મચર્યનું પાલન કરવું. રાજાશાહીનાં સમયમાં ગોંડલનરેશ ઠાકોર શ્રી રવાજી મેરૂએ આ જગ્યાનાં નિભાવ તથા દિવેલ માટે દશ સાતીની જમીન અર્પણ કરેલ હતી. હાલમાં આ જગ્યાનાં ગાદીપતી તરીકે બ્રહ્મલીન મહંત શ્રી રમેશપુરીજી ગુરૂશ્રી અમૃતપુરીજીના શિષ્ય મહંતશ્રી જયવંતપુરી ગુરૂશ્રી રમેશપુરીજી છેફ જેઓ નિખાલસ મન, પવિત્ર જીવન તથા આદર્શ સંત જેવું જીવન વ્યતિત કરે છે. અને તેઓ વંશ પરંપરાગત રીતે આ જગ્યાનાં વીસમી પેઢીના મહંત છે.    

શ્રી માત્રી માતાજીનાં મંદિરમાં દાખલ થતાં જ ડાબા હાથ પર ''શ્રી વરદ્દવીર હનુમાનજી'' ની પુરા કદની મૂર્તિ આવેલી છે. તથા શ્રી માત્રી માતાજીનાં મંદિરમાં નગદૂર્ગા માતાજીની નવ મૂર્તિઓ બિરાજમાન છે શ્રી માત્રી માતાજીનાં સન્મુખ એક જ ગુરૂનાં બે શિષ્ય, ભાઇશ્રી શ્યામપુરીજી તથા બહેનશ્રી નર્મદાપુરીજી એ જીવતા સમાધી લીધેલ તે દેરીઓ હાલ પણ માતાજીની સન્મુખ મોજુદ છે. શ્રી માત્રી માતાજીની સામે જ '' શ્રી જાગનાથ મહાદેવ''નું મંદિર આવેલું છે.

અતિ સુંદર અને રમણીય ઓસમ પર્વત પર શ્રી માત્રી માતાજીનાં મંદિરથી પૂર્વ તરફ જતાં કાચલી વીરડો, સંત વીરડો, ટપકેશ્વર મહાદેવ તથા ગૌમુખી કુંડ આવેલ છે. અને શ્રી માત્રી માતાજીનાં મંદિરથી  પશ્વિમ તરફ આગળ જતાં ''ધમેશ્વર મહાદેવ''નું મંદિર આવેલ છે. ત્યા મંદિરની બાજુમાં શ્રી માત્રી માતાજીનાં મંદિરને ગોંડલ સ્ટેટ તરફથી અર્પણ થયેલ નયનરમ્ય સરોવર સમાન બે સુંદર તળાવો આવેલા છે. ત્યાંથી આગળ જતાં કોઠારી વાણીયાનાં સુરાપુરા દેવશી બાપાનું મંદિર આવેલું છે. ત્યાંથી આગળ જતાં કોઠારી વાણીયાનાં  સુરાપુરા દેવશી બાપાનું મંદિર આવેલું છે.  ત્યાંથી આગળ જતાં પાંડુપુત્ર ભીમસેને મહાદેવની સ્થાપના કરેલ તે ''શ્રી ભીમનાથ મહાદેવ''નું અતિ પ્રાચીન મંદિર આવેલું  છે. તેની બાજુમાં જ ભીમસેને બનાવેલ કુંડ આવેલ છે. જે હાલમાં ભીમકુંડના નામથી ઓળખાય છે. તથા આ રમણીય પર્વતની શોભામાં અભિવૃદ્ધિ કરતાં નાનામોટા ચૌદ તળાવો આ પર્વત પર આવેલા છે.

આ પર્વત પર શ્રી માત્રી માતાજીનાં સાનિધ્યમાં દર વર્ષે મેળા ભરવામાં આવે છે. શ્રી માત્રી માતાજીના મંદિર વરીયા પ્રજાપતિ જ્ઞાતિના વાછાણી પરિવાર છેલ્લા ૪૫ વર્ષથી અન્નક્ષેત્રમાં સેવા આપે છે. તથા ઘુંઘસર ગામના સેવકોજે મહેર જ્ઞાતિના છે તેમના તરફથી પ્રસાદમાં (ચા-પાણી)માટે દુધ તથા છાસની વ્યવસ્થા કરવામાં આવે છે. અને તળેટીથી મંદિરે જવાના રસ્તા પર ઘણા સમયથી સતવારા(કટેશીયા)જ્ઞાતિ તરફથી જલપાનની સુંદર સેવા આપવામાં આવે છે. આ વર્ષે પણ ભાદરવી અમાસ, એકમ અને બીજ તા. ૯-૯-૨૦૧૮થી તા.૧૧-૯-૨૦૧૯ રવિવાર, સોમવાર, અને મંગળવાર એમ ત્રણ દિવસ સુધી મેળાનું આયોજન કલેકટરશ્રી રાજકોટના તાબા હેઠળ લોક મેળા કમીટી પાટણવાવ દ્વારા કરવામાં આવેલ છે. મેળા દરમ્યાન ઓસમ ડુંગર ઉપર શ્રી માત્રી માતાજીનાં મંદિરે અતિ પ્રાચીન લોકમેળામાં જેથી ગણના થાય તેવા આ મેળામાં ઓસમની તળેટીમાં શ્રી પાટણવાવ લોક મેળા મસ્મતિ દ્વારા સુંદર તથા સુવ્યવસ્થિત આયોજન કરી ફજેત ફાળકાઓ ચકરડી તથા વિવિધ પ્રકારના ખાણીપીણીનાં તથા મનોરંજનનાં સ્ટોલો ગોઠવવામાં આવે છે.

હાલમાં ઓસમ પર્વતને પ્રવાસનવર્ષ અંર્તગર્ત સમાવેશ કરવામાં આવેલ હોય ઓસમ પર્વત પર સરકારશ્રી દ્વારા વિકાસના કામો હાથ ધરાયેલ છે. જે પૈકી ઓસમ પર્વત પર જવા માટેનું ભવ્યાતી ભવ્ય પ્રવેશદ્વારાનું લોકાર્પણ કરવામાં આવેલ છે.  શ્રી કલેકટરની દિર્ધદ્રષ્ટી દ્વારા ઓસમ પર્વતને સ્થળ તરીકે વિકસાવવાની કાર્યવાહી લોકો તથા દર્શનાથીઓના કહેવા મુજબ ખુબ જ પ્રસંસનીય છે. સાચે જ ધરતી ઉપર સ્વર્ગની કલ્પના ઓસમ પર્વત પર આવતા જ સાકાર થાય તેવું પ્રતિત થાય છે.

અહી સ્થાનીક પોલીસ સ્ટેશન હોઇ, કોઇપણ જાતનો અનિચ્છનીય બનાવ ન બને તે માટે કડક બંદોબસ્ત પોલીસ સ્ટેશન તરફથી કરવામાં આવે છે.

તા. ૯ને રવિવારે સવારે ૭:૩૦ કલાકે શુભ ચોઘડીયે શ્રી માત્રી માતાજીની જગ્યા(ગામ) માંથી લધુમહંત શ્રી વિશ્વાસપુરીજી, મહંતશ્રી જયવંતપુરીજી તથા સંતો-મહંતો, ગ્રામજનો-સેવકો સહિત માતાજીનું ધ્યજા નિશાન વાજતે ગાજતે નીકળી મેળાનાં મેદાનમાં થઇ અને ડુંગર ઉપર શ્રી માત્રી માતાજીનાં મંદિરે જશે. તથા રવિવાર અને સોમવારના રાત્રીનાં શ્રી માત્રી માતાજીનાં મંદિરે રાસ ગરબા તથા ભવાઇનાં કાર્યક્રમો યોજાશે. અને તા. ૧૧ને મંગળવારે સંધ્યાઆરતી બાદ મેળાની પૂર્ણાહુતિ કરવામાં આવશે. તેમ મહંતશ્રી જયવંતપુરીજી ગુરૂશ્રી રમેશપુરીજીએ જણાવેલ છે.(૨૨.૪)

(12:33 pm IST)
  • રાજકોટની પ્રદ્યુમ્નનગર પોલીસે મોબાઈલની ઉઠાંતરી કરતા શખ્શને ઝડપી પાડ્યો:પોલીસે આરોપી પાસેથી 18 જેટલા અલગ-અલગ કંપનીના મોબાઈલ કર્યા ઝપ્ત:સુનિલ મકવાણા નામના શખ્સની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરાઇ access_time 12:53 am IST

  • રાજકોટમાં હાર્દિકના સમર્થનમાં ૩૦૦ જેટલા કોલેજના વિદ્યાર્થીઓએ સરકાર વિરોધી નારા લગાવ્યાઃ રાજકોટમાં હાર્દિક પટેલના સમર્થનમાં ૩૦૦ જેટલા પાટીદાર વિદ્યાર્થીઓએ કોલેજમાં ગેરહાજર રહી વિરોધ નોંધાવ્યોઃ ભાજપ સરકાર હાય : હાયના નારા લગાવ્યાઃ આત્મીય કોલેજની બહાર દેખાવો access_time 11:58 am IST

  • કલ્યાણપુર તાલુકામાં ભાજપે ફરી દબદબો જમાવ્યો :તાલુકા પંચાયત બાદ રાવલ નગરપાલિકામાં પણ કબ્જો જમાવ્યો :ચાર કોંગી સભ્યોને કેસરિયો ખેસ પહેરાવ્યો :2019 ની ચૂંટણી પહેલા ભાજપનું ઓપરેશન:તાલુકા અને સ્થાનિક સ્વરાજ્યના એકમો પર કબ્જો કરીને ગ્રાઉન્ડ મજબૂત બનવવા પ્રયાસ access_time 12:09 am IST