Gujarati News

Gujarati News

News of Friday, 7th September 2018

જેસર પાસે માણાવદરના ભાઇ-બહેનના અકસ્માતમાં મોત અરેરાટી

સાવરકુંડલા-ભાવનગર તા.૭: ભાવનગર જિલ્લાના જેસર નજીક ક્રિએટા કાર પલ્ટી જતાં જુનાગઢ પંથકના સગા ભાઇ -બહેનના ઘટના સ્થળે મોત નિપજયા છે. જયારે એકને ગંભીર ઇજા થતાં હોસ્પિટલ ખસેડાયેલ છે.

મળતી વિગતો મુજબ જુનાગઢ જિલ્લાનાં માણાવદર ગામે રહેતા હરપાલસિંહ ચુડાસમા, આશાબા ચુડાસમા અને ઇન્દ્રજીતસિંહ ક્રિેએટા કાર નં. જી.જે. ૧૦૮૯ ૬૭૮૨ લઇ સાવરકુંડલા થી કુકડ ગામ તરફ જઇ રહયા હતા ત્યારે ભાવનગર જિલ્લાના જેસર નજીક પુર ઝડપે જઇ રહેલ આ મોટરકાર પલ્ટી ખાઇ જતાં સર્જાયેલા અકસ્માતમાં કારમાં  બેઠેલા હરપાલસિંહ ચુડાસમા ઉ.વ.૩૫ અને તના બહેન આશાબા ચુડાસમા ઉ.વ.૩૩ને ગંભીર ઇજા થતંા બંન્નેનાં ઘટનાસ્થળે જ કરૂણ મોત નિપજયાં હતા. જયારે ઇન્દ્રજીતસિંહ ને ગંભીર ઇજા થતાં તેને ૧૦૮ ઇમરજન્સીમાં  હોસ્પિટલ ખસેડાયેલ છે. બનાવ ની જાણ થતાં જ જેસર પોલીસ સ્ટેશનનાં પો.સ.ઇ. વી.એમ. જાડેજા તથા સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો એન તપાસ હાથ ધરી હતી.(૧.૧૦)

 

(12:23 pm IST)