Gujarati News

Gujarati News

News of Friday, 7th September 2018

દેવામાફી-હાર્દિક પટેલના સમર્થનમાં સૌરાષ્ટ્ર-કચ્છમાં કોંગ્રેસ દ્વારા ઉપવાસ

કોંગ્રેસના ધારાસભ્યો, આગેવાનો કાર્યકરોનો એક દિવસના પ્રતિક ઉપવાસમાં જોડાઇને રોષ

તસ્વીરમાં ભાવનગરમાં કોંગ્રેસ દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું ત્યારે અટકાયત કરાઇ હતી (તસ્વીરઃ મેઘના વિપુલ હિરાણીઃ ભાવનગર)

રાજકોટ તા. ૭ : ખેડુતોના દેવામાફી અને હાર્દિક પટેલના સમર્થનમાં આજે રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં એક દિવસના પ્રતિક ઉપવાસ કરીને કોંગ્રેસના આગેવાનો કાર્યકરો દ્વારા સરકાર સામે રોષ વ્યકત કરવામાં આવી રહ્યો છે.

ભાવનગર

ભાવનગર કલેકટર કચેરી ખાતે કોંગ્રેસના ર૪ કલાકના ઉપવાસના કાર્યક્રમમાં બે ધારાસભ્યો, શહેરમાં જીલ્લા કોંગ્રેસ પ્રમુખ અને આગેવાનો જોડાયા હતા.

ગુજરાતની ભાજપ સરકારની ખેડુત વિરોધી નીતીઓ આપખુદી વલણને લીધે ખેડુતો નારાજ છે ભારે લોકશાહી બચાવો અને ખેડુતોમાં દેવા માફીની માંગ સાથે આજે શુક્રવારે ભાવનગર કલેકટર કચેરી ખાતે સવારે ૧૧ વાગ્યાથી ર૪ કલાક માટે કોંગ્રેસના ઉપવાસ આંદોલનનો કાર્યક્રમ યોજવામાં આવેલ જમાં કોંગ્રેસ બે ધારાસભ્યો કનુભાઇ બારૈયા અને પ્રતિકભાઇ મારૂ તથા શહેર કોંગ્રેસ પ્રમુખ રાજેશ જોષી, જીલ્લા પ્રમુખ પ્રવિણભાઇ રાઠોડ, તેમજ સંજયસિંહ સરવૈયા, જયદીપસિંહ ગોહિલ, ગોવિંદભાઇ મોરડીયા સહિતના આગેવાનો હોદ્દેદારો અને કાર્યકરો જોડાયા હતા.

મોરબી

મોરબીઃ રાજયના ખેડુતોના દેવામાફી તેમજ હાર્દિક પટેલના ઉપવાસ અને માંગણીને સમર્થન આપવા માટે આજે કોંગ્રેસ ધારાસભ્યો સહિતના દ્વારા એક દિવસના પ્રતિક ઉપવાસ શરૂ કરવામાં આવ્યા છે.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિની સુચના મુજબ આજે મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતી દ્વારા ખેડુતોના દેવામાફી તેમજ હાર્દિકના ઉપવાસ અને માંગણીને સમર્થન આપવા નવા બસ સ્ટેન્ડ નજીક ર૪ કલાકના ઉપવાસ કરવામાં આવી રહ્યા છે જેમાં મોરબીના ધારાસભ્ય બ્રિજેશ મેરજા, હળવદના ધારાસભ્ય પરશોતમભાઇ સાબરીયા સહિતના ત્રણ ધારાસભ્યો જીલ્લા પંચાયત પ્રમુખ કિશોરભાઇ ચીખલીયા સહિતના આગેવાનો પણ ર૪ કલાકના ઉપવાસ આંદોલનમાં જોડાયા છે.

ભાવનગર

ખેડુતો ના દેવા માફી ની માંગ સાથે ભાવનગર તાલુકા મામલતદાર કચેરી ખાતે આવેદન પત્ર આપવા જતા આ સવેદના હિન ભાજપ સરકાર ને ખેડુતોની વેદનાની પણ ચિંતા ના હોય તે રીતે પોલીસ દમન દ્રારા બળજબરી પૂર્વક આવેદન પત્ર આપતા અટકાવવા મા આવ્યા હતા છતા વિપક્ષ તરીકે ક્રોંગ્રેસ પક્ષ ના આગેવાનો મામલતદાર ને આવેદન આપવામાં સફળ થયા હતા આ કાર્યક્રમ ને અનુસંધાને ખેડુતોની વેદના ને વાચા આપવા અને આ તાનાશાહી હિટલરશાહી સરકાર ની આંખ ખોલવા ખેડુત પુત્ર તરીકે યુવા આગેવાન બળદેવ સોલંકીએ મુંડન કરાવ્યુ હતું સરકારનો અનોખી રીતે વિરોધ ભાવનગર તાલુકા ક્રોંગ્રેસ અને ભાવનગર જિલ્લા યુવક ક્રોંગ્રેસ દ્રારા કરવામાં આવ્યો હતો જેમાં કાર્યક્રમ દરમ્યાન પોલીસ અને કાર્યકર્તાઓ વચ્ચે દ્યર્ષણ થતા કાર્યકરોની ધરપકડ કરવામાં આવી હતી.જેમા ગુજરાત પ્રદેશયુવા કોંગ્રેસના મહામંત્રી મનોહરસિંહ ગોહિલ લાલભા,જીલ્લા યુવા કોંગ્રેસના પ્રમુખ રાજકુમાર માઙ્ખરી,તાલુકા કોંગ્રેસના પ્રમુખ મેર દશરથભાઈ,જીલ્લા કોંગ્રેસના મંત્રી યુવરાજસિંહ ગોહિલ-વરતેજ,જીલ્લા યુવા કોંગ્રેસના મહામંત્રી હિતુભા ગોહિલ,તાલુકા પંચાયત ના પૂર્વ પ્રમુખ ભોળાભાઈ કંટારીયા,ભરતભાઈ ખસીયા,હિરેનભાઈ ખમલ-કરદેજ,કિશનભાઈ મેર,પ્રવિણભાઈ મકવાણા,ચિમનભાઈ સાચપરા-કાબડી,ગોબરભાઈ ડાભી,જોરુભા ગોહિલ,હિંમતભાઈ ડાભી,દ્યનશ્યામભાઈ સવસીભાઈ, ચિરાગભાઈ, ઓધવજીભાઈ વેગડ સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

પાટીદારોના પગલે હવે ઠાકોર સમાજ મેદાનેઃ ૧૮ મીથી આંદોલન ઠાકોર અધિકાર આંદોલનનું રણશીંગુ

ઓએસએસ દ્વારા ઠાકોર સમાજે પણ હવે  પાટીદાર સમાજ જેટલા જ હકકોની ઠાકોર સમાજ માટે માંગ કરે છેઃ શિક્ષણ-રોજગારી પુરી પાડોઃ  ૧૭ સપ્ટેમ્બરથી ઠાકોર અધિકાર આંદોલનની કોંગ્રેસના ધારાસભ્ય, એઆઇસીસીના  સભ્ય અલ્પેશ ઠાકોરે હાકલ કર્યાનું પ્રસિધ્ધ થયું છે

(12:19 pm IST)