Gujarati News

Gujarati News

News of Friday, 7th September 2018

મેંદરડા પાસેથી રૂ.૪.૪૯ લાખના વિદેશી દારૂ સાથેની ઇનોવા કાર પકડાઇ

જૂનાગઢના બે શખ્સો પપ બોટલ દારૂ સાથે ઝબ્બે

જુનાગઢ તા.૭: મેંદરડા પાસેથી પોલીસે રૂ.૪.૪૯ લાખના વિદેશી દારૂ સાથેની ઇનોવા કાર પકડી પાડવાની સાથે જૂનાગઢના બે શખ્સોને આર.આર.સેલના કાફલાએ ૫૫ બોટલ દારૂ સાથે ઝડપી લીધા હોવાનું જાણવા મળેલ છે.

આઇ.જી સુભાષ ત્રિવેદી અને એસ.પી.સૌરભ સિંધની સુચનાથી દારૂ-જુનાગ સહિતની અસામાજિક પ્રવૃતિને ડામી દેવા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

આ દરમ્યાન જીજે-૦૬ સીબી ૫૩૦૦ નંબરની ઇનોવા કાર દારૂ સાથે મેંદરડા તરફ આવી રહી હોવાની બાતમી મળતા પીએસઆઇ ગઢવી તેમજ સ્ટાફના રામજીભાઇ છેલાણા વગેરેએ વહેલીસવારે વોચ ગોઠવી હતી.

આ અરસામાં મેંદરડાના ગળથીયા નેસ પાસેથી જીજે-૦૬ સીબી ૫૩૦૦ નંબરની ઇનોવા કાર રૂ.૪.૪૯ લાખની કિંમતના વિદેશી દારૂ સાથે રેઢોમે મળી આવી હતી.

તપાસ દારૂ સાથેની આ કાર ગળથીયા નેસના મેરૂ ચના રબારીની હોવાનું ખુલ્યુ હતું.

પોલીસે દારૂ તેમજ કાર સહિત રૂ.૬.૪૯ લાખનો મુદામાલ કબ્જે કરી મેરૂ ચનાને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા.

આજ પ્રમાણે આરઆર સેલના પી.એસ આઇ ડી.બી.પીઠીયા તેંમજ સ્ટાફના એસ.એમ.દેવરે, ગીરૂભા વાઘેલા અને પદુભા ચુડાસમા વગેરે જૂનાગઢમાં જોશીપરાના બંધીવન મેઇન રોડ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા.ત્યારે શાહ નવાઝ ઉર્ફે શાહ હનીફ બ્લોચ અને ઉસ્માન ઉર્ફે ઓસુ આરલ મોટર સાયકલ ઉપર રૂ.૧૯૨૦૦ના દારૂની પપ બોટલ સાથે નીકળતા બનેએ આર.આર.સેલ દ્વારા ઝડપી લેવાયા રહ્યા.

પોલીસે બંને શખ્સો પાસેથી દારૂ બાઇક અને રૂ.૪૬૦૦ની રોકડ વગેરે મળઈ કુલ રૂ.૧,૪૦,૭૪૦નો મુદામાલ કબ્જે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.(૮.૧૦)

(12:18 pm IST)