Gujarati News

Gujarati News

News of Friday, 7th September 2018

રાવલ નગરપાલિકામાં સતા પલટો :ઉપપ્રમુખ સહીત ચાર કોંગી સભ્યોએ કેસરિયા ધારણ કર્યા ; રાજકારણમાં ગરમાવો

સાંસદ પૂનમ માડમ અને દ્વારકાના ધારાસભ્ય પબુભા માણેકે ચાર કોંગી સભ્યોને આવકાર્યા

 

રાવલ નગરપાલિકાની ચૂંટણી પહેલા ભાજપે વર્તમાન ઉપપ્રમુખ સહિત 4 કોંગ્રેસી સભ્યોને કેસરિયા કરાવતા રાજકારણ ગરમાયુ છે. નગરપાલિકાની ચૂંટણી પહેલા ભાજપના સાંસદ પૂનમ માડમ અને દ્વારકાના ધારાસભ્ય પબુભા માણેકે રાજકીય દાવપેચ લડાવી કોંગ્રેસના 4 ચૂંટાયેલા સભ્યોને ખેડવી લીધા છે.જેથી રાવલ નગરપાલિકામાં ભાજપ સતા આચકશે તેમ ચોક્કસ કહી શકાય

  વર્તમાન ઉપપ્રમુખ સહિત કોંગ્રેસના 4 સભ્યો ભાજપ ભાજપમાં જોડાયા છે. હાલ રાવલ નગરપાલિકા 24 સભ્યોની છે જેમાં 11 સભ્યો ભાજપ પાસે છે. અને 13 કોંગ્રેસના હતા પરંતુ ભાજપે 4 સભ્યો કોંગ્રેસના ખેડવતા 15 સભ્યોની બહુમતી સાથે સત્તા આચકશે.

   ભાજપમાં જામરાવલ નગરપાલિકાની ચૂંટણી પૂર્વે કોંગ્રેસમાંથી મોહન વાઘેલા, જેસા પરમાર,ટમુબેન બારીયા,મંગુબેન જમૉડ સહિત 4 સભ્યોએ ભાજપનો ખેસ ધારણ કર્યો છે. અને કાલે ઔપચારિક રીતે ભાજપ નગરપાલિકા પર કેસરિયા કરશે. તસવીરો:કિંજલ કારસરીયા, જામનગર.

(11:53 pm IST)