Gujarati News

Gujarati News

News of Friday, 7th September 2018

ભાવનગરમાં હાર્દિક પટેલના સમર્થનમાં ઉપવસ પર ઉતરેલા રાજુભાઈ કીકાણીની તબિયત લથડી : સારવાર લેવા ઇન્કાર કરતા દોડધામ

ભાવનગરમાં હાર્દિક પટેલના સમર્થનમાં જેલમાં ઉપવાસ પર ઉતરેલા પાસ અગ્રણી રાજુભાઈ કિકાણીની તબિયત લથડતા તેમને સર ટી હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યા હતા. પરંતુ તેમણે હોસ્પિટલમાં પણ સારવાર લેવાનો ઇન્કાર કરતા હોસ્પિટલ તંત્ર અને જેલ સત્તાધીશોમાં દોડધામ મચી ગઇ હતી. રાજુભાઇ કિકાણી સૌપ્રથમ કલેક્ટર કચેરીએ ઉપવાસ પર ઉતર્યા હતા. જે દરમ્યાન પોલીસે તેની અટકાયત કરતા તેમણે જામીન લેવાનો ઇન્કાર કર્યો હતો.

(12:06 am IST)