Gujarati News

Gujarati News

News of Friday, 7th September 2018

ગોંડલમાં એસટી બસ અડફેટે ગંભીર ઇજા પામેલ એક્ટિવાચાલકનું કરૂણમોત

ગોંડલના કોલેજ ચોક નજીક કાશીવિશ્ર્વનાથ રોડ પર ગઈકાલે એસટી બસ હડફેટે ગંભીર ભીર ઈજા પામેલ એકટીવા ચાલક હરસુરભાઈ ગઢવી (ઉ.વ.62 ) નું રાજકોટ સારવાર દરમિયાન કરૂણમોત નીપજ્યું છે

  મૃતક પી.ડબલ્યુ.ડી.ના નિવૃત્ત કર્મચારી હોવાની સાથે સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી હોવાની વિગતો બહાર આવી છે ગોંડલ શહેર પોલીસે બસ ચાલક સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે

(7:06 pm IST)