Gujarati News

Gujarati News

News of Friday, 7th September 2018

ગોંડલ પંથકમાં હાર્દિક પટેલના સમર્થનમાં ગ્રામજનોએ નારા લગાવ્યા :થાળી વેલણ વગાડ્યા

ગોંડલ પંથકમાં હાર્દિક પટેલના સમર્થનમાં ગ્રામજનોએ નારા લગાવ્યા હતા મોવિયા ગામે હાર્દિક પટેલના સમર્થનમાં સમસ્ત ગ્રામજનો દ્વારા થાળી વેલણ વગાડી સરકારને ઢંઢોળવાનો પ્રયાસ કર્યો હતો .  ગ્રામજનો થાળી-વેલણ સાથે ખેડૂતો,પાટીદાર,મહિલાઓ પુરૂષો સહિતના ગ્રામજનો ગામના રાજમાર્ગો ઉપર ફર્યા હતા .   રાજમાર્ગો ઉપર નીકળેલા ગ્રામજનોએ હાર્દિક તુમ આગે બઢો હમ તુમ્હારે સાથ હૈ,જય સરદાર,જય પાટીદાર સહિતના નારાઓ લગાવ્યા હતા .      થાળી-વેલણ સાથે ગ્રામજનો શેરીઓમાં ઘૂમતા ગામમાં કડક પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો

(7:42 pm IST)