Gujarati News

Gujarati News

News of Sunday, 7th August 2022

અમરેલી જિલ્લાના બાબરા,રાજુલા અને ધારી પંથકમાં વરસાદી માહોલ જામ્યો

રિંગણીયાળા ગામ નજીક કોઝવે પર વરસાદને પગલે પાણી ફરી વળ્યા: રાજુલાની ઘાણો નદીમાં પૂર આવતા નદી બે કાંઠે

અમરેલીમાં  હળવાથી ભારે વરસાદની આગાહી વચ્ચે અમરેલીમાં છેલ્લા ત્રણથી ચાર દિવસથી ભારે વરસાદી ઝાપટા વરસી રહ્યા છે. આજે પણ સમગ્ર જિલ્લાના બાબરા રાજુલા ધારી એમ વિવિધ પંથકમાં વરસાદી માહોલ જામ્યો છે અને સતત વરસાદથી  ગ્રામ્ય તથા શહેરી વિસ્તારના નદી નાળા છલકાઈ ગયા છે

રાજુલા તાલુકાના રિંગણીયાળા ગામ નજીક કોઝવે પર વરસાદને પગલે પાણી ફરી વળ્યા હતા અને રાજુલાની ઘાણો નદીમાં પૂર આવતા નદી બે કાંઠે વહેતી જોવા મળી હતી. કોઝવે પર પાણી ફરી વળતા થોડીવાર માટે વાહન વ્યવહાર બંધ થયો હતો. ઘાણો નદીનું પાણી  ધાતરવડી-2 ડેમમાં જઈ રહ્યું હોવાના કારણે ડેમમાં પાણીની આવકમાં પણ વધારો થયો છે.

 

(11:59 pm IST)