Gujarati News

Gujarati News

News of Sunday, 7th August 2022

શ્રી સોમનાથ તીર્થ મા નિર્માણ પામી રહેલ નુતન પાર્વતિ મંદિરના સ્થંભ તૈયાર થતા સ્તંભ પૂજન કરાયું

મંદિરમાં કુલ 44 સ્તંભ બનશે જેને માર્બલમાં સુંદર કોતરણી કામ કરી ને મઢવામાં આવશે.

પ્રભાસ પાટણ;શ્રી પાર્વતી મંદિર  સોમનાથ ખાતે મુખ્ય મંદિરના પ્રાંગણમાં શ્રી પાર્વતી મંદિરનું નિર્માણ થઇ રહ્યું છેઆ મંદિર સફેદ આરસમાંથી બનાવવામાં આવશેનુતન પાર્વતી મંદિર માટે  ભીખુભાઇ કેશુભાઇ ધામેલીયા પરીવાર તરફથી દાન મળ્યું છેમંદિરમાં કુલ 44 સ્તંભ બનશે જેને માર્બલમાં સુંદર કોતરણી કામ કરી ને મઢવામાં આવશે.

વડાપ્રધાન અને શ્રી સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ  નરેન્દ્રભાઇ મોદીએ વર્ચુઅલી પાર્વતી મંદિરની શિલાન્યાસ વિધિ ગત શ્રાવણ માસે કરેલ હતી.

 આજરોજ સ્તંભ વિધિ મુખ્ય પુજારી  વિજયભાઇ ભટ્ટ અને સાથી બ્રાહ્મણો દ્વારા સવારે 9-00 કલાકે કરવામાં આવેલ હતી, જેમાં મુખ્ય યજમાન ભીખુભાઇ ધામેલીયા પરીવાર, શ્રી સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ પ્રો. જે ડી પરમાર સાહેબ, પ્રવિણભાઇ લહેરી, સેક્રેટરીરી યોગેન્દ્રભાઇ દેસાઇ સહીત લોકો ઉપસ્થીત રહ્યા હતા.

આ વિશાળ પ્રાંગણમાં નિર્માણાધિન દિવ્ય દેવાલયની પ્રાણપ્રતિષ્ઠા પણ જાજરમાન થશે તેવી ઉપસ્થીત દાતાપરિવારે  પરીકલ્પના સેવી હતી.

(9:27 pm IST)