Gujarati News

Gujarati News

News of Sunday, 7th August 2022

સરિસૃપ સંરક્ષણ સોસાયટી ગુજરાત દ્રારા ૧૨થી વધુ શહેરોમા વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાશે

નવસારી, ચિખલી, ધરમપુર,બીલીમોરા, બરોડા, ભરુચ, સુરત ,અમદાવાદ,વિરમગામ, ધાંગધ્રા,કચ્છ, જામનગર,વ્યરા (વાપી), શહેરોમા ઉજવણી થશે

વેળાવદર: 10 ઓગસ્ટ એટલે વિશ્વ સિંહ દિવસ આ વખત સરિસૃપ સંરક્ષણ સોસાયટી ગુજરાત દ્રારા ૧૨ થી વધુ શહેરોમા વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામા આવશે જેમા, નવસારી, ચિખલી, ધરમપુર,બીલીમોરા, બરોડા, ભરુચ, સુરત ,અમદાવાદ,વિરમગામ, ધાંગધ્રા,કચ્છ, જામનગર,વ્યરા (વાપી), શહેરોમા ઉજવણી કરવામા આવશે

 આ બાબતે માનદ્ વન્ય પ્રાણી સંરક્ષક બોટાદ અને સરિસૃપ સંરક્ષણ સોસાયટી ગુજરાતના વિચારક  વિક્રમભાઈ ગઢવી સાથે વાત કરતા એમણે જાણકારી આપી હતી કે હાલ વિશ્વ સિંહ દિવસની ઉજવવા માટે સાસણ ખાતે મીટીંગનુ આયોજન કરવામા આવ્યુ હતુ  જેમા તેઓ ૨૦૧૭ થી બોટાદ જિલ્લાના કોર્ડિનેટર તરીકે સેવા આપે છે એમને સાસણ ખાતે અધિકારીઓ સાથે વાત કરી અને આ તમામ શહેરોમા વિશ્વ સિંહ દિવસ ઉજવવા મા આવે તો સાસણ વન વિભાગ દ્રારા એમને જોઈતુ મટિરીયલ પુરુ પાડવા મા‌ આવશે એવુ કિધુ અને તમામ શહેરો મા સાસણ વન વિભાગ દ્રારા આ મટિરીયલ પહોંચાડવામા આવ્યુ છે

  આ બાબતે વધુ વાત કરતા આ કાર્યમા  ધવલભાઈ પટેલ,અમીબેન શ્રીમાળી,જયેશભાઈ ઝાલા, બ્રિજેશભાઈ રાઠોડ  દિપકભાઈ ગોસ્વામી,વિજયસિંહ જાડેજા, સિધાર્થ અમીન,ભાવેશભાઈ પટેલ, ચિંતનભાઈ મહેતા,ભાવેશભાઈ બીલીમોરા, હિમલ મહેતા,અભિ ભાઈ વ્યાસ,જયેશભાઈ કનોજીયા, અબરાર મુલતાની,સાથી મિત્રો દ્રારા સંર્પુણ સાથ સહકાર મેળવી સરિસૃપ સંરક્ષણ સોસાયટી ગુજરાત દ્રારા સોશિયલ મીડિયામાં પણ જન જાગૃતિ કાર્યક્રમ કરશે 

(9:07 pm IST)