Gujarati News

Gujarati News

News of Sunday, 7th August 2022

ધોરાજી તાલુકાના પવિત્ર યાત્રાધામ પાટણવાવ ઓસમ પર્વત ઉપર બિરાજમાન ટપકેશ્વર મહાદેવ

---ઓસમ પર્વતની વચ્ચે બિરાજમાન ટપકેશ્વર મહાદેવ શિવલિંગ ઉપર સ્વયંભૂ ગંગાજળ શિવલીંગ ઉપર આવિષેક કરે છે: પાંચ પાંડવોએ સ્વયંભૂ શિવલિંગ પ્રગટ કરીને ઓસમ પર્વત ઉપર ભગવાન ટપકેશ્વરની આરાધના કરેલી હતી

(કિશોરભાઈ રાઠોડ દ્વારા) ધોરાજી:ધોરાજી તાલુકાના પવિત્ર યાત્રાધામ પાટણવાવ ઓસમ પર્વત ઉપર બિરાજમાન ટપકેશ્વર મહાદેવ  ઓસમ પર્વતની વચ્ચે બિરાજમાન ટપકેશ્વર મહાદેવ શિવલિંગ ઉપર સ્વયંભૂ ગંગાજળ શિવલીંગ ઉપર આવિષેક કરે છે

પાટણવાવ ઓસમ પર્વત ટપકેશ્વર મહાદેવ મંદિરના પૂજારી વિનોદભાઈ પાઠક એ જણાવેલ કે ધોરાજી તાલુકાના પાટણવાવ ગામ ખાતે આવેલ પવિત્ર યાત્રાધામ ઓસમ પર્વત ઉપર બિરાજમાન ટપકેશ્વર મહાદેવ નો પાંચ પાંડવોના વખતથી મહિમા અનેરો છે અને પ્રાચીન સ્થળ છે
પ્રાચીન સમયમાં ઓસમ પર્વત હેડંબા વન તરીકે પ્રચલિત હતું. અને તેની સાથેની કેટલીક વાતો પુરાણોમાં અને લોકવાયકા સાથે જોડાયેલી છે. ભીમ ના પત્ની હેડંબા નું આ નિવાસસ્થાન તે વખતે ઘેઘુર જંગલ હતું.
ધોરાજી થી 25 કિલોમીટરના અંતરે આવેલ ઓસમ પર્વત પર  ૨ હજાર મીટર ની ઉંચાઈ  એ ટપકેશ્વર મહાદેવ મંદિર આવેલ છે જેના શિવલિંગ પર બારેમાસ ગુપ્ત ગંગા સ્વરૂપ જળાભિષેક થતો રહે છે. અને પથ્થર માંથી સતત જળ ટપકતું હોવાથી તે ટપકેશ્વર મહાદેવ તરીકે પ્રચલિત છે.આ ઉપરાંત પર્વત પર ભીમનાથ મહાદેવ, ભીમ કુંડ તરીકે જાણીતું મોટું તળાવ પણ આવેલ છે.
કુદરતી રીતે બનેલ ખડકો સ્વયમ પર્વતની શોભા વધારે છે.ખાસ કરીને વર્ષા ઋતુમાં આ ખડકો પરથી પડતા ધોધ અને ખળખળતા ઝરણાં, લિલી વનરાજી થી ઓસમનું સૌંદર્ય ખીલી ઉઠે છે.અહીં વર્ષ દરમિયાન હજારો યાત્રિકો, શ્રધ્ધાળુઓ, પ્રવાસીઓ આ પર્વતનું સૌંદર્ય માણવા માટે આવે છે.
પવિત્ર શ્રાવણ માસ માં મહાદેવ  ને ભજવવા માટે ભાવિકો માં એક અનેરો ઉત્સાહ હોઈ છે અને ખાસ કરી ને ભોળાનાથ ને રંગ માં રંગાઈ જાય છે ત્યારે ભક્તો મહાદેવ ને રીઝવવા અને ભોળાનાથ ની ભક્તિ માં લિન બન્યા છે ત્યારે ભક્તો આકાશ  ને આંબતા પર્વતોપર જય અને ભોલેનાથ ની પૂજા અર્ચના કરતા હોઈ છે
82 વર્ષના સિનિયર ભીખાભાઈ રાઠોડ મિસ્ત્રી દર્શનાર્થી એ જણાવેલ કે   અહીં અમો દર વર્ષ શ્રાવણ માસ દરમ્યાન ઓસમ પર્વત પર આવેલ ટપકેશ્વર મહાદેવ ની પૂજા અર્ચના કરવા આવીએ છીએ અને ખાસ કરી ને એની શ્રાવણ માસ દરમ્યાન ભક્તો ની ભારે ભીડ જોવા મળે છે અને ભક્તિ ની સાથે કુદરતી સૌંદર્ય પણ અહીં ખીલી ઉઠે છે
અહીં ટપકેશ્વર મહાદેવ ના દર્શન કરવા અને પૂજા અર્ચના કરવા  શ્રાવણ માસ માં વહેલી સવારથીજ ભાવિકો ના ઘોડા પૂર પાટણવાવ ખાતે આવી પોહ્ચે છે અને હજારો ફૂટ ની ઉંચાઈ એ પગપાળા ચાલી અને દર્શન કરી અને ધન્યતા અનુભવે છે
ડોક્ટર હેમાંગ રાઠોડ વત્સલ તેમજ શ્રીમતી સ્મિતાબેન રાઠોડ વગેરે ઓસમ પર્વતના પ્રવાસ દરમિયાન જણાવેલ કે પાટણવાવ પોષણ પર્વત નો મહિમા ખુબજ આડરો છે આમાં દર વર્ષે ઘણી વખત દર્શન કરવા આવ્યા છીએ અને પુજારી વિનોદભાઈ પાઠક ને ખૂબ જ સેવા અનેરી છે
  અહીં શ્રાવણ માસ ના અંત સુધી દર્શનાર્થીઓ નું ઘોડા પૂર જોવા મળે છે અને ખાસ કરીને નંદીના કાનમાં દર્શનાર્થીઓ પોતાની મનો કામના ની વાત કરે છે
   ગુજરાતના ઇતિહાસ માં ઓસમ.પર્વત નું એક અનોખું ઇતિહાસ લખાયેલ છે અને અહીં ના લોકવાયકા મુજબ આ ડુંગર પર પાંચ પાંડવો એ પણ પડાવ કર્યો હતો અને આ ડુંગર માં
શિવલિંગ  પર બારે માસ પાણીની ધારા વહેતી રહે છે જેથી આ મહાદેવને ટપકેશ્વર મહાદેવ તરીકે ઓળખવામાં આવે છે
અગ્યાત વાસ દરમ્યાન પાંડવો અહીં ઓસમ પર્વત પર આવ્યા તે સમયમાં ભીમ એ આ શિવલિંગ ની સ્થાપના કરી
છે  અહીંનું પૌરાણિક મહત્વ એ છે કે અગ્યાત વાસ  દરમ્યાન  હિડિમ્બાનો હીંચકો હતો ગટોડ ગમ.ના રાજાનો જન્મ અહીંયા થયો હતો ખાસ કરી ટપકેશ્વર મહાદેવ પર પાણીનો અભિષેક કરે છે
શ્રાવણ માસ માં ટપકેશ્વર મહાદેવ મંદિર પર કુદરતી જળાભિષેક ના દર્શન કરવા અને કુદરતી સૌંદર્ય જોવા પણ અહીં આવી પોહ્ચે છે
 અહીં દર્શન કર્યા બાદ ભાવિકો ધન્યતા અનુભવે છે શ્રદ્ધાળુ ઓ અહીં પોતપોતાની માનતા પૂર્ણ કરવા આવી પોહ્ચે છે અને અહીં શિવલિંગ ના દર્શન નો લ્હાવો લે છે અને શિવલિંગ પર ટપટપ પાણી ટપકે જેથી અહીં મંદિરનું નામ ટપકેશ્વર પડ્યું

તસવીર અહેવાલ: કિશોરભાઈ રાઠોડ

 

(8:50 pm IST)