Gujarati News

Gujarati News

News of Sunday, 7th August 2022

વાંકાનેર પંથકમાં સવા ઈંચ વરસાદથી ડેમી નદીમાં પુર: જડેશ્વર મેળામાંથી પરત ફરતા લોકોને વાયા લજાઈ ચોકડીથી પસાર થવા અનુરોધ

સાંજે ચારથી છ વાગ્યા સુધીમાં વાંકનેરમાં ૩૦ મીમી, ટંકારામાં ૬ મીમી વરસાદ થયો

વાંકાનેર : ભારે વરસાદની આગાહી વચ્ચે આજે રવિવારે  સાંજના સમયે વાંકાનેર પંથકમાં સવા ઈંચ જેવો વરસાદ ખાબકતા ટંકારાની ડેમી નદીમાં પુર આવ્યું છે. જેથી જડેશ્વર મેળામાં ગયેલા ટંકારા પંથકના લોકો વાયા ટોળ અમરાપર રસ્તે ચાલવાને બદલે લજાઈ ચોકડીથી ચાલે તેવો અનુરોધ કરાયો છે.
મોરબી જિલ્લા ફ્લડ કંટ્રોલ રૂમના સતાવાર સૂત્રોના જણાવ્યા મુજબ આજે સાંજના ચારથી છ દરમિયાન વાંકનેર તાલુકામાં ૩૦ મીમી અને ટંકારામાં ૬ મીમી વરસાદ વરસ્યો હતો. જો કે અન્ય તાલુકામાં હળવદ, માળીયા અને મોરબીમાં આ સમયગાળામાં વરસાદ પડ્યો ન હતો

દરમિયાન અમારા ટંકારા પ્રતિનિધિ જયેશભાઇ ભટાસણાના અહેવાલો મુજબ વાંકાનેર પંથકમાં ધોધમાર વરસાદને પગલે ટંકારા અમરાપરને જોડતા માર્ગ ઉપર આવેલી ડેમી નદીમાં પુર આવ્યું છે અને પુલ ઉપરથી પાણીના ધસમસતા પ્રવાહ વહી રહ્યા છે. બીજી તરફ આજે જડેશ્વર મહાદેવ મંદિરે મેળા જેવો માહોલ હોય ટંકારાના અનેક શ્રધ્ધાળુઓ ત્યાં ગયા હોય અને આ લોકો રાબેતા મુજબ ટંકારા તરફ આવવા ટોળ, અમરાપરને રસ્તા ઉપર આવતા હોય હાલમાં પુરની પરિસ્થિતિ જોતા વાયા લજાઈ ચોકડી ચાલે તેવો અનુરોધ કરાયો છે.

 

(8:47 pm IST)