Gujarati News

Gujarati News

News of Sunday, 7th August 2022

ધોરાજીમાં મૂસ્લીમ સમાજના તહેવાર મોહરમ તાજીયા અન્વયે જીલ્લા પોલીસવડાના પ્રમુખ સ્થાને અગણીઓની બેઠક યોજાઈ

 ધોરાજી:ધોરાજીમાં મૂસ્લીમ સમાજના તહેવાર મોહરમ તાજીયા અન્વયે જીલ્લા પોલીસવડા ના પ્રમુખ સ્થાને અગણીઓની બેઠક યોજાઈ હતી

ધોરાજીમાં મુસ્લીમ સમાજના તહેવાર મોહરમ તાજીયા દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાય રહે તે માટે ધોરાજી પોલીસ મથક ખાતે રાજકોટ રૂરલ પોલીસ અધીક્ષક જયપાલસિહ રાઠોડના પ્રમુખ સ્થાને જેતપુર નાયબ પોલીસ વડા મયૂરસિહ રાજપૂત, ધોરાજી પીઆઈ એ.બી ગોહીલની ઉપસ્થિતી માં શહેર ના હિન્દૂ મૂસ્લીમ સમાજ ના અગણી ઓ ની બેઠક મળી હતી
આ બેઠકમાં જીલ્લા પોલીસ વડા જયપાલસિહ રાઠોડે જણાવ્યું હતું કે ધોરાજી માં દરેક સમાજ હળીમળીને તહેવારો ની ઉજવણી કરાઈ છે મોહરમ તાજીયા તહેવાર અનૂલક્ષી ને કાયદો અને વ્યવસ્થા જળવાય રહે તે માટે પોલીસ તંત્ર દ્વારા સધન બંદોબસ્ત ગોઠવણી કરાયો છે પોલીસ દાવરા સોશીયલ મીડયા પર નજર રખાઈ છે તહેવાર અનૂલક્ષી પોલીસ સીસીટીવી, ડોન, વિડયોગાફી સહિતના ઉપકરણો સાથે બંદોબસ્ત ગોઠવણી કરાયો છે
ધોરાજી માં પોલીસે યોજેલ અગણી ઓ ની બેઠક મા અખિલ ભારતીય વિશ્વકર્મા મહાસભાના રાષ્ટ્રીય અગ્રણી કિશોરભાઈ રાઠોડ, મુસ્લિમ સમાજના અગ્રણી હાજી ઈબ્રાહીમભાઈ કૂરેશી, સુન્ની મુસ્લિમ જમાતના મકબુલભાઈ ગરાણા,શહેર ભાજપના મહામંત્રી વિજયભાઈ બાબરીયા, ઓલ ઇન્ડિયા મેમણ મોટી જમાતના પ્રમુખ અફરોઝભાઈ લકકડકૂટા, ઓલ ઇન્ડિયા મેમણ મોટી જમાતના મંત્રી હમીદભાઈ ગોડીલ, સબીરભાઈ ગરાણા બોદૂભાઈ ચૌહાણ સલીમભાઈ શેખ સહિતના અગણી ઓ ઉપસ્થિત રહ્યા હતા
ધોરાજીના મૂસ્લીમ સમાજના અગણીઓએ બેઠક જણાવ્યું હતું કે ધોરાજી શહેરમા હિન્દૂ મૂસ્લીમ સમાજ દરેક તહેવારો હળી મળીને કોમી એકતા સાથે ઉજવણી કરાઈ છે પોલીસ તત્ર ની કામગીરીને બિરદાવી હતી.

 

(8:46 pm IST)