Gujarati News

Gujarati News

News of Sunday, 7th August 2022

કલ્યાણપુરના લાંબા ગામના દરિયાઈ વિસ્તારમાંથી મળ્યો માદક પદાર્થ : બે પેકેટમાં 2252 ગ્રામ જેટલો ચરસ જેવો પદાર્થ મળ્યો

ભમરીયા પોઇન્ટ ખાતેથી લાલ તેમજ જાંબલી કલરના બે પેકેટ મળ્યા : શંકાસ્પદ પેકેટ મળતા જિલ્લા SOG ની ટીમ ઘટના સ્થળ પર પહોંચી

દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના લાંબા ગામના દરિયાઈ વિસ્તારમાંથી માદક પદાર્થ મળ્યો છે, કલ્યાણપુર તાલુલાના લાંબા બંદર ગામ નજીક આવેલા ભમરીયા પોઇન્ટ ખાતેથી લાલ તેમજ જાંબલી કલરના બે પેકેટ મળી આવ્યા છે

 SRD ના જવાન ને શંકાસ્પદ પેકેટ જોવા મળતા કલ્યાણપુર પોલીસને જાણ કરી છે, શંકાસ્પદ પેકેટ પર arabica premium, EGOISTE CAFE, E, VELVET, GROUND COFFEE, MADE IN GERMANY લખેલા પેકેટ મળ્યા કજ્જે શંકાસ્પદ પેકેટ મળતા જિલ્લા SOG ની ટીમ ઘટના સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી છે

SOG ની ટીમ દ્વારા પેકેટ ખોલતા ચરસ જેવો માદક પદાર્થ હોવાનું સામે આવ્યું છે. બે પેકેટ માંથી 2252.5 ગ્રામ તેમજ રૂપિયા 337860 ની કિંમત નો માદક પદાર્થ ચરસ ને હેરાફેરી કરતા અજાણ્યા ઈસમો એ દરિયા કાંઠે ફેંકી દીધો હોઈ જેથી અજાણ્યા ઈસમો વિરુદ્ધ NDPC કલમ હેઠળ ગુન્હો દાખલ કરાયો છે
ચરસ ના પેકેટ દરિયા કાંઠા વિસ્તારમાંથી મળતા જિલ્લા SOG ની ટીમ ને તપાસ સોંપવામાં આવી છે ...

(7:02 pm IST)