Gujarati News

Gujarati News

News of Sunday, 7th August 2022

મોરબી પાલિકા દ્વારા કરાયેલ સ્ટ્રીટ લાઈટની ખરીદી અંગે માહિતી મંગાઈ.

--3000 સ્ટ્રીટ લાઈટ ક્યારે ખરીદી, કેટલો ખર્ચ, ટેન્ડર કર્યું કે નહીં સઘળી વિગત મંગાઈ

મોરબી નગરપાલિકાના ઉપપ્રમુખ દ્વારા ૩ હજાર સ્ટ્રીટ લાઈટ ખરીદવામાં આવી હોવાનું સોશિયલ મીડિયામાં જાહેર કર્યા બાદ આ મામલે જાગૃત નાગરિક દ્વારા સ્ટ્રીટ લાઈટ ક્યારે ખરીદી, કેટલો ખર્ચ થયો, ટેન્ડર પ્રક્રિયા કરી કે કેમ તે અંગેની તમામ માહિતી માહિતી અધિકારના કાયદા તળે આપવા મોરબી પાલિકાના ચીફ ઓફિસરને અરજી કરી છે.
મોરબી નગરપાલિકાના ઉપપ્રમુખ દ્વારા તા.૪/૦૮/૨૨ના રોજ સોશિયલ મીડિયાના માધ્યમથી મોરબી નગરપાલિકાએ સ્ટ્રીટ લાઈટોની ખરીદી કરેલ છે.તેવું જાહેર કરવામાં આવ્યું હતું.તેથી જાહેર કરેલ ૩૦૦૦ સ્ટ્રીટ લાઈટો ખરીદી માટે ઠરાવની નકલ આપવી.કંઈ કંપનીની ખરીદેલ છે તે જાણવું.ખરીદવા માટેની જાહેરાત ક્યાં સમાચારપત્રમાં આપવામાં આવેલ છે તે જાહેરાતની નકલ આપવી.સ્ટ્રીટ લાઈટો માટે કેટલા ટેન્ડર આવેલા, કોના કોના આવેલા તે તમામ ટેન્ડર નકલ આપવી, સ્ટ્રીટ લાઈટ કેટલા રકમની ખરીદી અને કેટલા ભાવે તેમજ કેટલી ગેરંટી અને કેટલી વોરંટી છે તેની માહિતી આપવી.
આ તમામ માહિતી અધિનિયમ ૨૦૦૫ની કલમ -૮ અથવા ૯ હેઠળ માહિતી જાહેર કરવા માંથી મુક્તિ આપેલી હોય તેવા વર્ગ હેઠળ આવરી લીધેલ નથી.સ્ટ્રીટ લાઈટો અંગેની માહિતી મોરબીના નાગરિક રમેશભાઈ બઘાભાઈ રબારીએ મોરબી નગરપાલીકાના ચીફ ઓફિસરને આપવા રજૂઆત કરી છે.

(5:20 pm IST)