Gujarati News

Gujarati News

News of Sunday, 7th August 2022

મોરબી જીલ્લા પંચાયતની સામાન્ય સભા સોમવારે પંચાયતના સભાખંડમાં મળશે.

મોરબી જીલ્લા પંચાયતની સામાન્ય સભાની આગામી ખાસ બેઠક તા. ૦૮ ઓગસ્ટના રોજ સવારે ૧૧ કલાકે જીલ્લા પંચાયત કચેરી મોરબીના સભાખંડમાં મળશે
જે સામાન્ય સભામાં ગત બેઠકની કાર્યવાહી નોંધને બહાલી આપવા, ગત બેઠકના ઠરાવોની અમલવારીને બહાલી આપવા, જુદી જુદી સમિતિઓની બેઠકની કાર્યવાહી નોંધને બહાલી આપવા, ૧૫ માં નાણાપંચના વર્ષ ૨૦૨૦-૨૧ તેમજ ૨૦૨૧-૨૨ ના જીલ્લા કક્ષાના ૧૦ ટકાના આયોજનના કામો પૈકી હેતુફેર માટે રજુ થયેલ કામોને મંજુરી આપવા, જીલ્લા પંચાયતની સ્વભંડોળની સ્ટેમ્પ ડયુટીની ગ્રાન્ટમાંથી વર્ષ ૨૦૨૨-૨૩ માટેના વિકાસના કામોના આયોજન તેમજ ૨૦૨૧-૨૨ ની સ્વભંડોળ સ્ટેમ્પ ડયુટીની ગ્રાન્ટના હેતુફેર માટે રજુ થયેલ કામોને મંજુરી આપવા સહિતના એજન્ડાઓ પર ચર્ચા કરી બહાલી આપવામાં આવશે.

(5:19 pm IST)