Gujarati News

Gujarati News

News of Sunday, 7th August 2022

દેવભૂમિ દ્વારકામાં મેઘરાજાની સટાસટી સાડા ત્રણ ઇંચ : જામનગર જિલ્લાના કાલાવડમાં બે : જામનગર જિલ્લાના ધ્રોલ અને જુનાગઢ જિલ્લાના વંથલીમાં દોઢ ઇંચ : ખંભાળિયામાં એક ઇંચ વરસાદ : જામનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ઝાપટા થી માંડીને દોઢ ઇંચ વરસાદ પડ્યો : ૧૬ તાલુકામાં ઝાપટા થી માંડીને પોણો ઈંચ

રાજકોટમાં પણ વારંવાર વાદળછાયું વાતાવરણ છવાઈ જાય છે અને ઝાપટા રૂપી વરસાદ વરસે છે : ગોંડલમાં પણ સવારે ઝાપટા રૂપે વરસાદ વરસ્યો

રાજકોટ તા.૭

દેવભૂમિ દ્વારકામાં મેઘરાજાએ સટાસટી બોલાવી છે અને સાડા ત્રણ ઇંચ વરસાદ પડ્યો છે જ્યારે જામનગર જિલ્લાના કાલાવડમાં બે ઈચ વરસાદ પડ્યો છે જામનગર જિલ્લાના ધ્રોલ અને જુનાગઢ જિલ્લાના વંથલીમાં દોઢ ઇંચ તથા ખંભાળિયામાં એક ઇંચ વરસાદ વરસ્યો છે જ્યારે જામનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ઝાપટા થી માંડીને દોઢ ઇંચ વરસાદ પડ્યો છે આ ઉપરાંત રાજકોટ સહિત સૌરાષ્ટ્ર કચ્છના ૧૬ તાલુકામાં ઝાપટા થી માંડીને પોણો ઈંચ પડ્યો છે.

     રાજકોટમાં પણ વારંવાર વાદળછાયું વાતાવરણ છવાઈ જાય છે અને ઝાપટા રૂપી વરસાદ વરસે છે.ગોંડલમાં પણ સવારે ઝાપટા રૂપે વરસાદ વરસ્યો હતો.

                       દેવભૂમિ દ્વારકા

દ્ધારકા :: દેવભૂમિ દ્વારકા મા સવારે ૫ વાગ્યાથી વિજળી ના કડાકા ભડાકા સાથે વરસાદ ચાલુ હતો. છેલ્લા 24 કલાકમાં અઢી ઇંચ અને અને વેલી સવારે વધુ એક ઇંચ સાથે કુલ સાડા ત્રણ ઇંચ વરસાદ ગઈકાલ સવારથી આજે સવારના આઠ વાગ્યા સુધીમાં નોંધાયો છે.(દિપેશ સામાણી -દ્ધારકા)

                        જુનાગઢ

(વિનુ જોશી દ્વારા)જુનાગઢ:: જુનાગઢ જિલ્લાના વંથલીમાં દોઢ ઇંચ માણાવદરમાં એક ઇંચ તેમજ માળીયાહાટીના વિસાવદર માંગરોળ ભેસાણ જુનાગઢ મેંદરડા સહિતના વિસ્તારોમાં ઝાપટા થી માંડીને પોણો ઈંચ વરસાદ પડ્યો છે.

                  જામનગર

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર:: જામનગર શહેર અને જિલ્લામાં પણ ઝાપટા થી માંડીને બે ઇંચ વરસાદ પડ્યો છે જેમાં જામનગર જિલ્લાના કાલાવાડમાં કાલે મોડી રાત્રિના બે ઇંચ વરસાદ વરસ્યો છે જ્યારે ધ્રોલમાં દોઢ ઇંચ જામજોધપુર લાલપુર અને જોડીયામાં ઝાપટા થી માંડીને અડધો ઇંચ વરસાદ પડ્યો છે.

      જામનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ વરસ્યો છે જેમાં મોડપર , ધુનડા  અને લૈયારામા દોઢ ઇંચ વરસાદ પડ્યો છે જ્યારે ભ.ભેરાજા , નવાગામ , પડાણા માં એક ઇંચ વરસાદ પડ્યો છે. જ્યારે બાલંભા લતીપર નિકાવા ખરેડી સમાણા શેઠ વડાળા વાસ જાળીયા ભણગોર મોટા ખડબા પરડવા સહિતના વિસ્તારોમાં ઝાપટા થી માંડીને અડધો ઇંચ વરસાદ પડ્યો છે

(1:45 pm IST)