Gujarati News

Gujarati News

News of Sunday, 7th August 2022

જામનગર એરપોર્ટ ખાતે રાજ્‍યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્રભાઈ પટેલનું ઉષ્‍માભર્યુ સ્‍વાગત કરતા મહાનુભાવો : ભુપેન્‍દ્રભાઈ પટેલે લંપી ગ્રસ્‍ત પશુઓને - ગૌમાતાને લાડુ અર્પણ કર્યા

 (મુંકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા.૬ : રાજ્‍યપાલ  આચાર્ય દેવવ્રત અને મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્રભાઈ પટેલ આજે જામનગરની મુલાકાતે છે ત્‍યારે જામનગર એરપોર્ટ ખાતે શિક્ષણમંત્રી જીતુભાઈ વાઘાણી, રાજ્‍યમંત્રી બ્રીજેશભાઇ મેરજા,  મેયર બીનાબેન કોઠારી, ધારાસભ્‍ય આર.સી.ફળદુ, જિલ્લા પંચાયતના પ્રમુખ ધરમશીભાઈ ચનિયારા, જિલ્લા ભાજપ  પ્રમુખ રમેશભાઈ મુંગરા, કલેકટર ડૉ. સૌરભ પારઘી, કમિશનર વિજય ખરાડી, જિલ્લા વિકાસ અધિકારી મિહિર પટેલ, ધીમંત વ્‍યાસ, શહેર ભાજપ  પ્રમુખ ડો. વિમલભાઈ કગથરા, ડેપ્‍યુટી મેયર તપનભાઇ પરમાર, જિલ્લા પોલીસવડા  પ્રેમસુખ ડેલુ, મહામંત્રી શ્રી મેરામણભાઇ ભાટું, નાયબ જિલ્લા વિકાસ અધિકારી કીર્તનબેન, પ્રાંત અધિકારી ધાર્મિક ડોબરીયા, એરપોર્ટ ઓથોરિટીનાં ડાયરેકટર સચિન ખંગાર સહિતના મહાનુભાવોએ મુખ્‍યમંત્રીશ્રીને આવકારી ઉષ્‍માપૂર્ણ સ્‍વાગત અને અભિવાદન કર્યું હતું.

 મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્રભાઈ પટેલે લંપી ગ્રસ્‍ત પશુઓને રાખવામાં આવે છે તે જામનગરના સેન્‍ટરની મુલાકાત લીધી હતી અને ગૌમાતાને લાડુ અર્પણ કર્યા હતા.( તસવીર : કિંજલ કારસરીયા, જામનગર)

(12:05 pm IST)