Gujarati News

Gujarati News

News of Friday, 7th August 2020

ભારે વરસાદથી જામકલ્યાણપુર-જામરાવલ વચ્ચે પૂલ તૂટયો

દેવભુમી દ્વારકા જીલ્લામાં ઝાપટાથી માંડીને સાડાચાર ઇંચ વરસાદ વરસતા સર્વત્ર પાણી ૧પમાંથી ૧૪ ડેમ ઓવરફલો

ખંભાળીયા તા. ૭ : દેવભુમી દ્વારકા જીલ્લામાં ભારે વરસાદના પગલે જામકલ્યાણપુર અને જામરાવલ વચ્ચેના રસ્તાનો પુલ તુટતા વાહન ચાલકોને ભારે પરેશાની થઇ રહી છે.

ભાણવડ ખાતેના વર્તુ ડેમમાં ખુબજ પાણી આવતા ડેમની દરવાજા ખોલવામાં આવતા ભાણવડથી ૭૦ કી.મી. દુર જામરાવળમાં આ ડેમના પાણીને કારેણે ઘાટના કેટલાક રસ્તાઓ બંધ થઇ ગયા હતા જો કે રાવળ અસાપાસ પણ ભારે વરસાદ પડતા રાવળની ફરતે પાણીની અગાઉની સ્થિતિ જેવુ વાતાવરણ થઇ ગયું હતું.

ખંભાળિયા-ભાણવડ રોડ પર પુલ તુટી જતા ગુંદા ગામ થઇને ડ્રાયવરઝન કાઢવામાં આવેલો છે. પણ ગઇકાલે કુડામાં ભારે વરસાદ પડતા આ ડ્રાવયર્ઝન પર ૩/૪ ફુટ પાણી ફરી વળતા કલાકો સુધી રસ્તો બંધ થઇ ગયો હતો તથા અનેક વાહન ચાલકો ફસાઇ ગયા હતા તંત્ર રસ્તાનુ સમારકામ સાઇડો તુટે તેવી માંગ પણ ઉઠી છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કાલે સવારથી રાત્રી દરમ્યાન વરસાદનો મોટા રાઉન્ડ આવતા ૩ થી ૪ાાઇંચ મુળ વ્યાપક વરસાદ પડયો હતો જેમાં સૌથી વધારે વરસાદ ભાણવડ તથા કલ્યાણપુર તાલુકામાં પડયો છે.

ખંભાળિયા શહેરમાં ગઇકાલે બપોરે અડધા કલાકમાં પોણા બે ઇંચ વરસાદ પડતા પાણી પાણી થઇ ગયું હતું જે પછી દિવસ દરમ્યાન રાત્રે તથા વહેલી સવારે વધુ બે ઇંચ પડતા કુલ ૯૧ મીલી. વરસાદ પડતા કુલ ૧૬૦૩ મીલી વરસાદ થયો છે તો કલ્યાણપુર તાલુકામાં ર૪ કલાકમાં ૧૧૧ મીલી વરસાદ સાથે કુલ ૧ર૪પ મીલી વરસાદ પડયો છે. ગઇકાલે ચુર દુધીયા, રાણા, ભાટીયા, ધતુરીયા, ખીરસરા વિ. ગામોમાં ૪ાા થી પાં ચઇ જેટલો વરસાદ પડતા તમામ તળાવો, ચેકડેમો ભરાઇ ગયા હતા જિલ્લાના દ્વારકામાં ર૪ કલાકમાં ૬૬ મીલી વરસાદ પડયો હતો તથા કુલ ૮૭૧ મીલી વરસાદ થયો છે. જયારે ભાણવડમાં ર૪ કલાકમાં ૧૧૦ મીલી વરસાદ સાથે મોસમનો કુલ ૧રપર મીલી પડયો છે

વરસાદની ટકાવારી જોઇએ તો ખંભાળિયામાં રર૪.પ૦% વરસાદ પડયો છે ભાણવડમાં ૧૯૮.૪ર ટકા, કલ્યાણપુરમાં ૧૬૬ ટકા તથા દ્વારકામાં ૧૮૮.૯ર વરસાદ કુલ થવા પામ્યો છે.

દેવભૂમિ જિલ્લામાં ગઇકાલે વરસાદના ૩ થી ૪ાા ઇંચનો નવો રાઉન્ડ આવતા ખંભાળિયાના ધી, સિંહણ, સહિત સાની, વર્તુ-૧,ર કળટક્ષ, વેરાડી, ૧,ર, સોમમતી સહિત ૧પમાંથી ૧૪ ડેમ ફરી ઓવરફલો થઇ જતા ડેમ ઓવરફલોના મનોરમ્ય દ્રશ્યો સર્જાયા છે તો ૧પ માંથી ૧૩ ડેમમાં ૧૦૦% જીવંત પાણીનો જથ્થો પણ ઉપલબ્ધ થવા પામ્યો છે.

(2:44 pm IST)