Gujarati News

Gujarati News

News of Friday, 7th August 2020

જેતપુરમાં ચાર ઇંચ વરસાદ ખાબકતા ઠેર ઠેર પાણી ભરાયાઃ પેઢલા પાસે કાર તણાતા ખત્રી આધેડનું મોત

જેતપુર તા. ૭ :.. શહેરમાં બે દિવસથી મેઘરાજાની મહેર થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી. ગઇકાલે સાંજે ૬ વાગ્યાથી શરૂ થયેલ વરસાદ પાંચ કલાકમાં ચાર ઇંચ ખાબકતા ઠેર ઠેર પાણી ભરાયા હતાં. નીચાણ વાળા વિસ્તારમાં લોકોના મકાનમાં પાણી ભરાય ગયા હતાં. ઉપરવાસ વરસાદના કારણે પેઢલા તળાવમાં પાણી આવી જતા ગામમાં જવાના બેઠા પુલ પર પાણી આવી ગયુ હોય શહેરના જુના પાંચ પીપળા રોડ વિસ્તારમાં રહેતા અને કલર કેમીકલનો ધંધો કરતા ચંદ્રકાંતભાઇ છાંટબાર (ઉ.પપ) વાળા પોતાના લાલ કલરની ઝેન નં. જીજે-યુ-૩-કે.એલ. ૮૭૦૦ લઇને પુલ ઉપરથી પસાર થવા જતા કાર પાણીના વહેણમાં તણાઇ જતા કારમાં જ ચંદ્રકાંતભાઇનું મોત નિપજેલ આ બનાવની જાણ થતા રૂરલ મામલતદાર ડી. પી. પંચાલ, પીએસઆઇ પી. જે. બાંટવા સ્ટાફ સાથે બનાવના સ્થળે પહોંચી જઇ રેસ્કયુ ટીમ દ્વારા ક્રેનની મદદથી કાર બહાર કઢાવેલ હતી.

(2:42 pm IST)