Gujarati News

Gujarati News

News of Friday, 7th August 2020

રાણાવાવમાં સવા પાંચ, પોરબંદર અને કુતિયાણામાં ૪ાા ઇંચ

પોરબંદર જિલ્લામાં ગઇ કાલ બપોરથી સવાર સુધી રાઉન્ડ ધ કલોક હળવાથી ભારે વરસાદ ચાલુ રહેલ : ખંભાળા અને ફોદાળા બન્ને જળાશયોમાં હજુ ઓવરફલો ચાલુ

પોરબંદર,તા. ૭: જિલ્લામાં ગઇ કાલે બપોર પછી રાઉન્ડ ધ કલોક શરૂ થયેલ હળવાથી ભારે વરસાદ આજે સવાર સુધી વરસ્યો હતો અને જિલ્લામાં સાડા ચાર ઇંચથી સવા પાંચ ઇંચ વરસાદ નોંધાયો છે. પોરબંદર અને કુતિયાણામાં સાડા ચાર ઇંચ રાણાવાવમાં સવા પાંચ ઇંચ  ખંભાળા જળાશય વિસ્તારમાં સાડા ત્રણ ઇંચ અને ફોદાળા જળાશય વિસ્તારમાં સવા ચાર ઇંચ વરસાદ નોંધાયો હતો.

જિલ્લા કંટ્રોલ મુજબ પોરબંદર ૧૧૯ મીમી (૯૧૭ મીમી), રાણાવાવ  ૧૩૯  કુતિયાણા ૧૧૪ મીમી (૧૦૭૮ મીમી), ખંભાળા જળાશય ૮૮ મીમી (૭૦૮ મીમી), ફોદારા જળાશય ૧૧૦ મીમી (૯૮૫ મીમી) નોંધાયેલ છે.  એરપોર્ટ હવામાન કચેરી મુજબ  ૧૩૦.૨ મીમી (૯૮૯,૯ મીમી) નોંધાયેલ છે. બંને જળાશયોમાં હજુ ઓવરફલો ચાલુ છે.

પોરબંદર જિલ્લામાં આજે સવારે ધૂપ -છાંવ અને સખત બફારો છે. દરિયાકાંઠે ગઇ કાલે બપોરે બે વાગ્યેથી આજે વહેલી સવારથી ૨૦ થી ૨૫ કીમી ઝડપે પવન ફુંકાયો હતો.

એરપોર્ટ હવામાન કચેરી મુજબ ગુરૂતમ ઉષ્ણાતામાન ૨૯,૪ સે.ગ્રે. લઘુતમ ઉષ્ણાતામાન ૨૫.૬ સે.ગ્રે. ૮૮ ટકા પવનની ગતિ ૧૩ કિમી. સુયોદય ૬.૨૮ તથા સુર્યારત ૭.૨૭ મીનીટે.

(1:14 pm IST)