Gujarati News

Gujarati News

News of Friday, 7th August 2020

જૂનાગઢ ૧૮૧ મહિલા હેલ્પ લાઇન ટીમ દ્વારા મહિલા કૃષિ દિવસની ઉજવણી

જૂનાગઢ,તા.૭: મહિલા અને બાળ વિકાસ વિભાગ ગાંધીનગર પુરસ્કૃત જુનાગઢ ૧૮૧ અભયમ્ મહિલા હેલ્પલાઈન તેમજ જિલ્લા મહિલા અને બાળ અધિકારી ની કચેરી -  જુનાગઢ સંકલિત 'સખી' વન સ્ટોપ સેન્ટર - જૂનાગઢના સ્ટાફ દ્વારા મહિલા સશકિતકરણ પખવાડિયા ' મહિલા કૃષિ દિવસ' નિમિત્ત્।ે જૂનાગઢના  તારીખ -૦૬ ના દિવસે મહિલા કૃષિ દિવસ ની ઉજવણીના ભાગ રૂપે જુનાગઢ જીલ્લાના મેંદરડા તાલુકાના ગુંદાળા ગામે જઈ મહિલાઓને કૃષિ દિવસ વિષ માહિતી આપી ને  મહિલા ખેતી અને પશુપાલનના વ્યવસાયમાં મહિલા નુ યોગદાન ખૂબ જ સરસ મળી રહ્યુ છે તે વિષે જાણકારી આપી મોબાઈલ એપ દ્વારા મહિલાઓને સાથે આ કાર્યક્રમનુ જીવંત પ્રસારણ નિહાળ્યું હતું.

મહિલાઓને આર્થિક ક્ષેત્રે આત્મનિર્ભર બનાવી અને વિકાસ ના માર્ગ પર અગ્રેસર કરે તે માટે સહકારી સંસ્થાઓ અને વિવિધ સરકારી યોજનાઓ વિશે જાગૃત કરવામાં આવેલ.

૧૮૧ અભયમ મહિલા હેલ્પ લાઈન સેવા અને અન્ય મહિલા લક્ષી સેવાઓથી માહિતગાર કરાયા હતા. તેમજ 'સખી' વન સ્ટોપ સેન્ટર - જૂનાગઢના વિવિધ કાર્યો વિશે માહિતી આપવામાં આવેલ.મોબાઈલના માધ્યમથી ૧૦ લાભાર્થી અને ૯ સ્ટાફે જીવંત પ્રસારણ નિહાળેલ અને ખેડૂતોને  મીટ એપ  ડાઉનલોડ કરાવેલ.

(11:53 am IST)