Gujarati News

Gujarati News

News of Friday, 7th August 2020

સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોનાના વધુ ૧૮ કેસ

ગ્રામ્ય વિસ્તારોમાં પગપેસારાથી ફફડાટ

વઢવાણ,તા.૭: સુરેન્દ્રનગર શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં કોરોના વાયરસના પોઝીટીવ કેસો સતત વધી રહ્યાં છે અને દરરોજ કોરોના સંક્રમીત દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે.ઙ્ગ ત્યારે જિલ્લામાં વધુ ૧૮ કોરોના પોઝીટીવ કેસ નોંધાયા હતાં. જેમાં પાટડી શહેરી વિસ્તારમાં રહેતાં દિલીપભાઈ અમરશીભાઈ રાઠોડ અને હિમાંશુભાઈ પટેલને કોરોના પોઝીટીવ આવ્યો હતો.

આ ઉપરાંત અન્ય શહેરી વિસ્તાર સહિત તાલુકામાં ૧૬ વ્યકિતઓ સહિત કુલ ૧૮ વ્યકિતને કોરોના પોઝીટીવ આવતાં સારવાર અર્થે હોસ્પીટલે ખસેડવામાં આવ્યાં હતાં અને જિલ્લાનો કુલ કોરોના પોઝીટીવ આંક-૯૮૦ થયો હતો.

(11:41 am IST)