Gujarati News

Gujarati News

News of Friday, 7th August 2020

કચ્છના માંડવીમાં ૫ ઇંચ : મુન્દ્રામાં ૪ ઇંચઃ અંજાર, અબડાસા, ભચાઉમાં બે ઇંચ

લખપત એક ઇંચ, ભુજમાં માત્ર ઝરમર, રામમોલને જીવતદાન, કારાઘોઘા - બરાયા ડેમ ઓવરફલો : ભચાઉ ગાંધીધામ હાઇવે ઉપર પાણી

ભુજ : તસ્વીરમાં કચ્છમાં પડેલા વરસાદથી સર્વત્ર પાણી... પાણી... નજરે પડે છે. (તસ્વીર : વિનોદ ગાલા, ભુજ)

ભુજ તા. ૭ : કચ્છમાં વરસાદી માહોલ જામ્યા પછી વરસાદ છૂટો છવાયો રહ્યો છે. જોકે, ઘેરાયેલા આકાશ વચ્ચે ગઈકાલે બપોર પછી ધીમે ધીમે શરૂ થયેલા વરસાદ પછી સાંજે મેઘરાજાએ સાર્વત્રિક મહેર કરી હતી.

ખાસ કરીને મુન્દ્રા, માંડવીમાં મેઘરાજા મનમૂકીને વરસ્યા હતા. મુન્દ્રામાં પાંચ ઈંચ અને માંડવીમાં ચાર ઇંચ વરસાદ પડ્યો હતો. મુન્દ્રામાં થયેલા ભારે વરસાદને પગલે કારાઘોઘા બરાયા ડેમ ઓવર ફલો થઈ ગયો છે. તો, કચ્છમાં અન્યત્રઙ્ગ અંજાર, ભચાઉ અને અબડાસામાં બે ઈંચ વરસાદ નોંધાયો હતો.

ગાંધીધામ, લખપત અને રાપરમાં ઝાપટાઓ સાથે એક ઈંચ પાણી પડી ગયું હતું. જયારે ભુજમાં ઝરમર ઝરમર છાંટા જ પડ્યા હતાં. વરસાદને પગલે ભચાઉ ગાંધીધામ હાઇવે ઉપર, મુન્દ્રા અને માંડવી શહેરમાં વરસાદને પગલે પાણી ભરાયા હતા.

(11:30 am IST)