Gujarati News

Gujarati News

News of Wednesday, 7th August 2019

કાઠી સમાજનાં ઇતિહાસના વોટ્સને કરેલા સંશોધનને મળ્યો ગ્રંથદેહ

અંગ્રેજ ઈતિહાસકારનું અધુરૂ રહેલુ કામ પુર્ણ થશે : બે ભાષામાં બે પુસ્તકો ચોટીલામાં પ્રકાશિત કરાશે.

ચોટીલા તા.૦૭ : અંગ્રેજ ઈતિહાસકાર કર્નલ જે ડબલ્યુ વોટ્સને અભ્યાસ કરી કાઠીઓનો ઈતિહાસ લખ્યો હતો. એમનું અકાળે અવસાન થવાથી આજ સુધી હસ્તપ્રત એમ ને એમ છપાયા વિના પડી રહેલ જેને બગસરા દરબાર મેરામવાળાએ જીવની જેમ સાચવી રાખી હતી. તે મૂળ હસ્તપ્રતમાં તમામ પ્રકારની સૂઝબૂઝ વાપરી સંશોધિત કરીને ઇતિહાસકાર ડો. પ્રદ્યુમન ખાચરે અંગ્રેજી અને ગુજરાતીમાં બે ભાષામાં પુસ્તક સંપાદિત કરી આપેલ છે. આ બંન્ને પુસ્તકોનો લોકાર્પણ સમારોહ ચોટીલામાં તા. ૧૭મીએ યોજનાર છે.

આ બંન્ને ગ્રન્થોનો ઇન્ડિયા ટુડેનાં  ઉપ તંત્રી ઉદયસિંઘ માહુરકર, ઇતિહાસકાર ડો. એસ. વી. જાનીની ઉપસ્થિતિમાં વિમોચન કાર્યક્રમ યોજવામાં આવેલ છે. અંગ્રેજ શાસન સમયમાં કેટલાક અંગ્રેજ અધિકારીઓ ભારતીય સંસ્કૃતિ અને ઇતિહાસના ક્ષેત્રમાં રસ ધરાવીને લેખન અને સંશોધનના કાર્ય કરેલ હતું જેમાં ઇતિહાસપ્રેમી અધિકારી રાજકોટના પોલિટિકલ એજન્ટ કર્નલ જે. ડબલ્યુ વોટ્સન હતા.

જેમણે કાઠીયાવાડનો પ્રથમ કહી શકાય એવો ઇતિહાસ ગ્રંથ કાઠીયાવાડ સર્વ ગ્રહ ઇ.સ.૧૮૮૪માં પ્રગટ કર્યો હતો અંત્રે ઉલ્લેખનીય છે કે વોટ્સનએ છેલ્લે રાજકોટ ખાતે નોકરી કરી હતી, ૩૫ વર્ષ ભારતમાં રહેલ, ૫૧ વર્ષની નાની ઉમરે ઇ.સ. ૧૮૮૯માં તેમણે વિદાય લીધેલ હતી. કાઠીયાવાડનાં એ સમયનાં રાજવીઓએ તેમની સ્મૃતિમાં રાજકોટમાં વોટ્સન મ્યુઝીયમ બનાવેલ જે આજે પણ ચાલે છે.

(3:27 pm IST)