Gujarati News

Gujarati News

News of Wednesday, 7th August 2019

લીંબડી-પાણશીણાના દારૂના ગુન્હામાં વોન્ટેડ આરોપી વિપુલ પકડાયો

પાણશીણા ગામ પાસેથી આર.આર.એલની ટીમે દબોચી લીધો

રાજકોટ તા.૭: લીંબડી અને પાણશીણાના દારૂના ગુન્હામાં વોન્ટેડ આરોપીને આર.આર.સેલની ટીમે ઝડપી લીધો હતો.

રેન્જમાં અલગ-અલગ ગુનાઓમાં નાસતા-ફરતા તેમજ પેરોલ-ફર્લો પરથી જમ્પ થયેલ આરોપીઓને પકડી પાડવા ડી.આઇ.જી.પી.સંદીપસિંહે આર.આર.સેલના પો.સ.ઇ. એમ.પી.વાળાને સુચના કરેલ જે અન્વયે સેલના રવીભાઇ ભરવાડ લક્ષ્મણસિંહ ઝાલા તથા દિપસિંહ ચીત્રા નાઓએ (૧)લીંબડી પો.સ્ટે. પ્રોહી.ગુરનં.૪૩/૧૭ પ્રોહી.કલમ-૬૫ ઇ.વિ તથા (૨)પાણસીણા પો.સ્ટે. પ્રોહી.ગુરનં.૬૮/૧૮પ્રોહી. કલમ-૬૫ એઇ વિ.મુજબના ગુનાઓમા નાસતા-ફરતા આરોપી વિપુલ રૂપાભાઇ ચોસલા રહે.મીલરોડ પાછળ, તબેલામાં લીંબડી વાળાને પાણસીણા ગામના બોર્ડ નજીકની ભવાની હોટલના રોડ પરથી ધોરણસર અટક કરી પાણસીણા પો.સ્ટે. ખાતે સોંપી આપવામાં આવેલ છે તેમજ સદર આરોપી અટક કર્યા અંગેની જાણ લીંબડી પો.સ્ટે.ને કરવા યોગ્ય કાર્યવાહી કરવામાં આવેલ છે.

(1:13 pm IST)