Gujarati News

Gujarati News

News of Wednesday, 7th August 2019

કોટડાસાંગાણીમાં ધી યંગ મુસ્લિમ એસોસીએશન દ્વારા મુસ્લિમ સમાજના વિકાસ માટે કાર્યાલયનું ઉદ્ધાટન

કોટડાસાંગાણીઃ સુન્ની મુસ્લિમ જમાત પ્રમુખ બશીરભાઇ મજીદભાઇ બાંગાના હસ્તે ધી યંગ મુસ્લિમ એસોસીએશનના કાર્યાલયનું ઉદ્ઘાટન કરાયું હતું. જેમાં સુન્ની મુસ્લિમ જમાતાના તમામ ભાઇઓ ,યુવકમંડળના તમામ સભ્યોએ ખાસ હાજરી આપી હતી. આ પ્રસંગે ધી યંગ મુસ્લિમ એસોસીએશનના પ્રમુખ(અલ્હાજ) રશીદભાઇ કાજી, ઉપપ્રમુખ હાજી સલીમભાઇ તબાણી, મંત્રી અમીનભાઇ બાંગા તથા જનાબ વકારભાઇ તેલી, જનાબ અનવરભાઇ શાહમદાર, જનાબ અનવર લાડકા, જનાબ યુનુશભાઇ પતાણી,જનાબ રજાકભાઇ બેલીમ, જનાબ અશરફભાઇ પરમાર, જનાબ ગફારભાઇ પરમાર,જનાબ મુસાભાઇ પતાણી,  હાજી અબાભાઇ જુણેજા,જનાબ રફીકભાઇ બારાડી, જનાબ અમીનભાઇ પતાણી સહિતના આગેવાનો, કાર્યકરોએ વિશાળ સંખ્યામાં હાજરી આપી હતી. અને પ્રસંગીક પ્રવચનો કર્યા હતાં. મુસ્લિમ સમાજના વિકાસ માટે , ઉન્નતી માટે તેમજ આર્થિક, સામાજીક તેમજ શૈક્ષણિક પછાતપણું દુર કરવા અને લોકોમાં જાગૃતિ આવે તે માટે સુન્ની મુસ્લિમ યુવક મંડળની રચના કરવામાં આવી હતી. અને તેની જવાબદારી જનાબ વકારભાઇ તેલીને સોંપવામાં આવી હતી. સંસ્થાના બંધારણ અને ધારાધોરણ અનુસાર સર્વે લોકો પોતાનું યોગદાન આપે તે માટે યુવક મંડળ દ્વારા સભ્ય નોંધણી કરી અને સમાજ ઉત્કર્ષના કાર્યોને વેગ આપવા માટે સૌ પોતાનું યોગદાન આપે તેવી સમાજના લોકોને અપીલ કરી હતી.

(11:58 am IST)