Gujarati News

Gujarati News

News of Wednesday, 7th August 2019

ભાણવડ રોબીનહુડ આર્મીનુ પ્રેરણા રૂપ કાર્ય ફ્રેન્ડશીપ ડે ને બદલે 'ફુટસ ડે' તરીકે ઉજવણી

ભાવણડ રોબિનહુડ આર્મીએ ફ્રેન્ડશીપ ડેને બદલે ફ્રુટસ ડેની ઉજવણી કરતા દાતાઓ પાસેથી વિવિધ ફળો એકત્રિત કરી ૩૦૦ કિલો ફળોનું ગરીબ પરિવારોમાં વિતરણ કર્યુ હતુ. (તસ્વીરઃ રવિ પરમાર-ભાણવડ)

ભાણવડ તા. ૭: ભાણવડમાં કાર્યરત રોબિનહુડ પાર્ટીએ ફ્રેન્ડશીપ ડેને બદલે ફ્રુટસ ડેની ઉજવણી કરી એટલું જ નહિ ફળો એકઠા કરી ગરીબોમા બાટયા હતાં.

ચારે તરફ લોકો ફ્રેન્ડશીપ ડેની ઉજવણી કરી રહ્યા હતા ત્યારે રોબિનહુડ પાર્ટી-ભાણવડના સદસ્યોએ શહેરમાં ફ્રુટસ ડે ની ઉજવણી કરી ગરીબોને મદદરૂપ થયા હતા. સેવાકિય પ્રવૃતિ માટે તત્પર રોબિન હુડ આર્મી દ્વારા શહેરના લોકો પસોથી ફળોનુ દાન મેળવી એકઠુ કરી ગરીબોમા બાટી સેવાની સુવાસ ફેલાવી હતી.

રોબિનહુડ આર્મીના કાર્યકરોને શહેરના ૭૮ જેટલા દાતાઓ તરફથી કુલ ૩૦૦ કિલો વિવિધ ફળોનું દાન મળ્યુ હતું જેને શહેરના ગરીબોમા વહેચી ગરીબોને મદદ કરી હતી.

શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલ ઝુપડપટ્ટીના કુલ ૨૬૫ પરિવારોમાં આ ફળો વહેંચી મોંઘેરા ફળોનો સ્વાદ ચખાડયો હતો. રોબિન હુડ આર્મીએ ભાણવડની આવી સેવાકિય પ્રવૃતિને કારણે ટુંકા ગાળામા જ પ્રસંશા મેળવી છે.

(11:55 am IST)