Gujarati News

Gujarati News

News of Tuesday, 7th August 2018

સોમનાથ-ભાવનગર નેશનલ હાઈવેની બિસ્માર હાલત;પ્રથમ વરસાદે પોલ ખોલી ;ઠેર- ઠેર ગાબડાં:વાહન ચાલકોને મુશ્કેલી

ધૂળની ડમરીઓ ઉડવાને કારણે ખેતીના પાકને પણ નુકશાન

સોમનાથ અને ભાવનગર નેશનલ હાઈ-વે સામાન્ય વરસાદ બાદ બિસ્માર બન્યો છે. નેશનલ હાઈવે પર મોટા ખાડા પડતા વાહન ચાલકોની મુશ્કેલી વધી છે. નેશનલ હાઈવનું કામ હજી પુરૂ નથી થયું ત્યા રસ્તાએ વહીવટી તંત્રની પોલ ખોલી છે.

   નેશનલ હાઈવે પર પડેલા મસ મોટા ખાડાના કારણે રસ્તા પરથી રસાર થતાં વાહનો ચાલકો સહિત સ્થાનિક રાહદારીઓ રોષે ભરાયા છે. હાઈવે પર મોટા પ્રમાણમાં વાહનોની અવર જવર રહે છે. જેથી અહીં અકસ્માતનો ભય સતત સતાવે છે. ખરાબ રસ્તાના કારણે રિક્ષા ચાલકોની પણ મુશ્કેલી વધી છે.

નેશનલ હાઇવે પર આવેલા  ગ્રામજનોનું કહેવુ છે કે, ધૂળની ડમરી ઉડવાના કારણે પાકને પણ નુકસાન થાય છે. ત્યારે નેશનલ હાઈવેને ફરીવાર બનાવવામાં આવે તેવી માગ સ્થાનિક ગ્રામજનો દ્વારા કરવામાં આવી છે.

(11:48 pm IST)