Gujarati News

Gujarati News

News of Tuesday, 7th August 2018

વડિયા બજારમાં આખલાઓનું સામ્રાજય છતાં અધિકારીઓ પગલા લેતા શરમાય છે!!

વડિયાની મુખ્ય બજાર બસસ્ટેન્ડ લાયબ્રેરી વિસ્તારમાં ઘણા સમયથી આખલાઓ પડયા પાથર્યા રહે છે અને અનેકવાર બે આખલા સામ-સામે શીંગડાં ભરાવે છે. ગમે ત્યારે કોઇને ઇજા પહોંચાડે તે પહેલા તંત્ર જાગશે? તસ્વીરમાં આખલા બાજતા નજરે પડે છે.

વડિયા, તા.૭: વડિયા પંથકની મધ્યે શેરી મુખ્ય માર્ગો એસટી ડેપોમાં રખડતા ભટકતા ઢોર-આખલાઓ રોજબરોજ ઘૂસી જઇ ત્રાસ અને નુકસાન કરતા અટકાવવા સાથે સૌની સલામતી અર્થે તંત્ર દ્વારા પગલાંઓ લેવામા આવે તેવું લોકો ઈચ્છી રહયા છે ત્યારે વડિયા શહેરમાં લાયબ્રેરી એસટી ડેપો મેઈન બજારો પાસે જે શાક માર્કેટમાં શહેરમાં રખડતા ભટકતા ઢોરો-આખલાઓ-ગાયો અવારનવાર બળજબરીથી ઘૂસી જઇ તોફાનો મચાવતાં નુકસાન કરી રહ્યા છે.

ધંધા-રોજગાર કરનાર સાથે શાકભાજી ખરીદ કરવા આવતાઓને ત્રાસરૂપ થઇ રહ્યા છે આ અંગે અગાઉ ચારણીયા રોડપાસે રખડતા ભટકતા આખલાએ ગાયને માથું મારી જીવ લીધો હતો ત્યારે કોઇ વ્યકિતને ઇજા પહોંચાડે કે જીવલેણ અકસ્માતો થાય તે પહેલાં માનવજીવનની રક્ષા માટે અને એસટી ડેપોમા સ્ટેન્ડ પર આખલાઓ અડીંગો જમાવી બેઠા હોય છે જે આખલાઓના મહાયુદ્ઘમાં કોઈ મુસાફર ઝપટે ચડશેતો ઙ્ગમુખ્ય રોડ રસ્તાઓ આવવા-જવા માટે મેંઇન બજારમાં લોકો અને વિદ્યાર્થીઓને આખલાઓ બાધારુપી ખડેપગે હોઈ છે અને આ અંગે તંત્ર દ્વારા આ આખલાઓને ડબે પુરે અથવા ધ્યાન આપે તેવી લોકમાંગો ઉઠી છે.

 

દામનગરમાં રકતદાન તથા નિદાન કેમ્પ યોજાયો :દામનગરઃ શહેર ભાજપ નવજીવન જનરલ હોસ્પિટલ અમરેલી તથા ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી અમરેલીના સહયોગથી કમલમ સેવા ટ્રસ્ટ તથા દામનગર શહેર યુવા ભાજપ દ્વારા રકતદાન તથા સર્વરોગ નિદાન તથા સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવેલ. રકતદાન કેમ્પમાં ૫૯ બોટલ રકતદાન થયેલ અને દામનગર તથા આજુબાજુના વિસ્તારના લોકોએ નવજીવન હોસ્પિટલના Specilist ડોકટરો પાસે નિદાન તથા સારવાર લીધેલ જિલ્લા ભાજપ પ્રમુખ હિરેનભાઇ હિરપરા મહામંત્રી કમલેશભાઇ કાનાણી, લાઠી તાલુકા પ્રમુખ મગનભાઇ કાનાણી જિલ્લા યુવા ભાજપ મોર્ચાના પ્રમુખ આનંદભાઇ ભટ્ટ, દામનગર શહેર ભાજપ પ્રમુખ પ્રિતેશભાઇ નારોલા, મહામંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા, સતીષગીરી ગોૈસ્વામી, અમરશીભાઇ નારોલા, ધીરૂભાઇ નારોલા, જયંતિભાઇ નારોલા, કિશોરભાઇ ભટ્ટ, કિશોરભાઇ વાંજા, અશોકભાઇ બારડ, શૈલેષભાઇ સોની, ચિરાગભાઇ બોટાદરા, ધર્મેશભાઇ સોની, તથા દામનગર ના સામાજિક અગ્રણીઓ હાજર રહયા હતા. કેમ્પમાં માંધાતા ગ્રુપ સૂર્યમુખી ધૂન મંડળ પરમ ધામ સેવા સમિતિ સિનિયર સિટીઝન સેવા ટ્રસ્ટ પટેલવાડી દામનગર અતિત યુવા ગ્રુપ ઠાકોર સેના દ્વારકેશ મિત્ર મંડળ સિકસ બટાલિયન ગ્રુપ-સરદાર ગોૈસેવા ધુન મંડળ સુરત ગીર નેચર કલબ-વેલનાથ યુવક મંડળ દ્વારા સેવામાં સહકાર મળેલ અને યુવા ભાજપ પ્રમુખ સંદીપ પટેલ અને સુરેશ ચોૈહાણને અને તેમની ટીમ દ્વારા થયેલ કેમ્પના સરાહનીય કાર્ય માટે બિરદાવેલ. કેમ્પના ઉદ્દઘાટનની તસ્વીર.

(12:05 pm IST)