Gujarati News

Gujarati News

News of Tuesday, 7th August 2018

મીઠાપુરમાં પોલીસે દારૂ અંગેનો કેસ કરતા ધમકી મળી

જામખંભાળીયા, તા. ૭ : મીઠાપુર પોલીસ મથકમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા જી.એમ. ગોજીયાએ રાજપરા ગામની સીમમાં રહેતા હરિયાભા ઘુઘાભા માણેક નામના શખ્સ સામે દેશી દારૂનો આથો રાખવા સબબ પ્રોહી. એકટ મુજબ ગુનો દાખલ કર્યો હતો.

આ બનાવના અનુસંધાને ઉપરોકત આરોપીના પિતા ઘુઘાભા માણેક એ તેના મોબાઇલ નં. ૮૮૩૦પ ૦૧૬૯૪ ઉપરથી પોલીસ કર્મી જી.એ. ગોજીયાના મોઇબાલ નં. ૯૦૧૬ર ર૬૬૮૩ ઉપર ફોન કર્યો હતો. ફોન કરીને ઘુઘાભા માણેકએ પોતે હરિયાભાનો બાપુજી બોલે છે તેમ કહીને 'તમોએ પ્રોહી.નો કેસ કેમ કર્યો છે ? તમારે આમ જ કરવું હોય તો તમો તમારી રીતે કરો, અમો અમારી રીતે કરીશું.' તે મતલબની ગર્ભીત ધમકી આપી, બિભત્સ શબ્દો કહ્યાનું જાહેર થયું છે.

આ સમગ્ર બનાવ અંગે મીઠાપુર પોલીસે આઇ.પી.સી. કલમ ૧૮૯, પ૦૪, પ૦૬(ર) મુજબ ગુનો નોંધી, આરોપીને ઝડપી લેવા ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

ખંભાળીયામાં જુગાર

ખંભાળીયાના ધરમપુર વિસ્તારમાં સ્થાનિક પોલીસે જુગાર દરોડો પાડી, જાહેરમાં તીનતી નામનો જુગાર રમી રહેલા રણછોડ ઉર્ફે દિલીપભાઇ મકવાણા, રમેશ દેવાભાઇ મકવાણા અને જેન્તીભાઇ આભાભાઇ સંધીયા નામના ત્રણ શખ્સોને કુલ રૂા. રર૯૦ની રોકડ રકમ સાથે ઝડપી લઇ જરૂરી કાર્યવાહી કરી હતી. (૮.પ)

(12:00 pm IST)