Gujarati News

Gujarati News

News of Tuesday, 7th August 2018

ગારીયાધારમાં બનેલા સી.સી. રોડનું અંતે બાળ મરણ

ગારીયાધાર તા ૭ :  ન.પા. દ્વારા ૧૪માં નાંણા પંચની ગ્રાંટમાંથી ૨૦૧૬-૧૭ માંથી જુદા જુદા સી.સી.રોડ, બ્લોક અને જુના બેલા રોડની અલગ-અલગ પેકેજની ગ્રાંટો ફાળવાઇ હતી જે પગલે ધંાધારી વાડી વિસ્તારમાં અંદાજે ૮ લાખમાં સી.સી. રોડનું કામ  એજન્સીને આપવામાં આવ્યું હતું જે સમયે આ રોડ ચાલુ વરસાદે લોટ-પાણી અને લાકડા જેવી થઇ રહેલી કાગીરીનો અહેવાલ આવ્યો હતો.

રહીશો અને ગત ટર્મના સદસ્યો દ્વારા પણ ધમપછાડા કરાયા પરંતુ નેતા સામે તેમનું ફદીયુ પણ ન ચાલ્યું ને રોડ ઠોકી દેવાયો જેના પરીણામ સ્વરૂપ આ સી.સી. રોડનું બાળમરણ થવા પામ્યું છે.

ગારીયાધાર ન.પા. ખાતે આ સી.સી. રોડ બનાવનારી એજન્સી દ્વારા બ્લોકના કામો પણ અધુરા રખાયા, બેલા રોડ પરનો બ્રીજ પણ લાંબા સમય સુધી ટલે ચડાવાયો, ન.પા. દ્રવારા પણ આ એજન્સીને અનેકવાર કામ ચલાઉ નોટીસ આપી કાર્યવાહી કરવા છતાં એજન્સી સામે નક્કર કાર્યવાહી કરવામાં આવતી નથી.

ગારીયાધારની પ્રજાના વિકાસમાં વાપરવામાં આવતા લાખો રૂપીયા ન. પા. ની લાલીયાવાડી સાંકળના પાપે ખરેખર પ્રજાના હિત માટે વપરાય છે કે નહીં તેની સાબીતીનો દાખલો ધાંધારીવાડી વિસ્તારમાં બાળ મરણ પામેલ સી.સી. રોડ બતાવી રહ્યો છે.

(12:00 pm IST)