Gujarati News

Gujarati News

News of Thursday, 7th July 2022

અલંગ ત્રાપજ વચ્ચેનો રોડ કઠુંડી નદીના પાણી ફરી વળતા બંધ થયો :તલાજી નદીમા ઘોડાપુર :ભીડ ભંજન મહાદેને વરસાદી પાણીનો જળાભિષેક

દાત્રડની વાડી, શિવાજી નગર રોડ,પાવઠી રોડ સહિતના વિસ્તારોના રસ્તાઓએ નદીનું સ્વરૂપ લીધું

તળાજા શહેર અને પંથક પર આદ્રા નક્ષત્ર ના પ્રારંભ થીજ મેઘરાજ હેત વરસાવી રહ્યા છે.આજે મૌસમ નો સૌથી વધુ વરસાદ સરકારી આંકડા મુજબ ૬૬ મી.મી નોંધાયો હતો.આજ સવારે  મધ્યમધારે ધરતી પર આલીગન વરસાવવાનું શરૂ કરયુ હતુ. જે મધ્યાહન થતા અનરાધાર સ્વરૂપ માં ફેરવાયુ હતું.બપોરના અઢી વાગ્યા સુધી વરસાદ વરસ્યો હતો.જેને લઈ દાત્રડની વાડી, શિવાજી નગર રોડ,પાવઠી રોડ સહિતના વિસ્તારોના રસ્તાઓએ નદીનું સ્વરૂપ લીધું હતું.તલાજી નદી ઘોડાપુર સાથે વહેતી થઈ હતી.ભાગ્યેજ જોવા મળતા પુરના પાણીમાં નદી કાંઠે આવેલ ભીડ ભંજન મહાદેવ ને વરસાદી પાણીનો જળાભિષેક થયો હતો

તાલુકામાં સાર્વત્રિક વરસાદ ના પગલે પીથલપુર બસ સ્ટેશન અને ગામની બજારો મા પાણી ફરી વળ્યા હતા.ગોઠણ સુધીના પાણી ન ધસમસતા પ્રવાહને કારણે ઘણા સમય થી જામેલ કચરો સાફ થઈ ગયો હતો.
બોરડા અને આસપાસના, ઉપર વાસના ગામડાઓ મા આજ ફરી મેહુલિયા ની ધમાકેદાર એન્ટ્રી ને કારણે ફરી ને પાણી ભરાવા લાગતા ખાસ કરીને પ્લોટ વિસ્તાર ના લોકોએ ગત અઠવાડિયા દરમિયાન જોયેલ પાણી ભરવાના દ્રશ્યો ફરી આજે જોવા મળ્યા હતા.
અલંગ શિપ યાર્ડ અને ત્રાપજ ગામ વચ્ચે કઠવા ગામની વહેતી કઠુંડી નદીમા પુરના ધસમસતા પાણી અને બીજી તરફ નેશનલ હાઇવે દ્વારા બનાવાતા રસ્તાને લઈ બનાવવામાં આવેલ નાળા ના કામ ને કારણે પાણી નો નિકાલ ન હોય રસ્તા પર અને બાજુમાં આવેલ બજરંગદાસ બાપા ની મઢુલી અને તેની આસપાસ પ્લોટ માં પણ પાણી ફરી વળતા વાહન વ્યવહાર ખોરવાયો હતો. મણાર ના યુવા આગેવાન જયદીપ ભટ્ટ ના જણાવ્યા પ્રમાણે રોડ બનવતાવિભાગ ને પાણી ભરાવવા ની સમસ્યા ની જાણ આગોતરી કરી હતી.તંત્ર એ તે વાત ધ્યાને ન લેતા આજે અલંગ ત્રાપજ વચ્ચે નો વાહનવ્યવહાર ખોરવાયો હતો.તળાજા ના નવી કામરોળ ગામના એકસો જેટલા વિદ્યાર્થીઓ સ્કૂલે ગયા હોય ઘરે જતા વચ્ચે આવતી નદી પર પુલ ન હોય વિદ્યાર્થીઓ ને ઘરે જવામાં તકલીફ વેઠવી પડી હતી.

(7:07 pm IST)