Gujarati News

Gujarati News

News of Thursday, 7th July 2022

દ્વારકા પંથકમાં ધસમસતા પ્રવાહ વચ્ચે ફસાયેલા ઍડવોકેટ પરિવારના ૪ લોકોને દિલધડક રેસ્કયુ અોપરેશન કરી બચાવી લેવાયા

દ્વારકા : દ્વારકા પંથકમાં છેલ્લા ૩ દિવસથી અનરાધાર વરસાદ વરસી રહ્ના છે. નીચાણ વિસ્તારોમાં પાણીનો પ્રવાહ વધતા નજીકના નાના ભાવડા ગામે પાણીના પૂર વહી રહ્ના હતા તેમાં ફસાયેલા દ્વારકા પંથકના ઍડવોકેટ શ્રી રવુભા માણેક ઉપરાંત અજીત સુમણીયા સહિત પરીવારના ૪ લોકોને રેસ્કયુ કરી બચાવી લેવામાં આવ્યા છે. તેઅો માનતા પૂરી કરવા જઈ રહ્ના હતા ત્યારે ગ્રામજનોઍ તેમને અટકાવ્યા હતા, પરંતુ માનતા પૂરી કરવાનું ઉચીત લાગતા તેઅો આગળ વધેલ, દરમિયાન પુરના પાણી વધી જતા તેઅો ફસાઈ ગયેલ. દ્વારકા નગરપાલિકાના ચીફ અોફીસર શ્રી ઉદય નસીત, પોલીસ ઈન્સ્પેકટર શ્રી પરમાર તેમજ પોલીસ સ્ટાફ અને ફાયર બ્રિગેડ દ્વારા આ દિલધડક અોપરેશન હાથ ધરવામાં આવ્યુ હતું. ઍડવોકેટની કાર પૂરના પાણીમાં તણાઈ ગઈ છે જયારે ફાયર બ્રિગેડનું વાહન ૩૦ ફૂટ પાણીમાં જઈને જીવના જાખમે આ ચારેય લોકોને બચાવી લીધા હતા. (અોમ થોભાણી, દ્વારકા ટુડે અને દિપેશ સામાણી, અકિલા દ્વારકા)

(6:03 pm IST)