Gujarati News

Gujarati News

News of Thursday, 7th July 2022

જસદણમાં શનિવારે કેસર કલમી આંબા અને કાલીપતિ કલમી ચીકુ રૂા.૧૦૦માં રાહત દરે વિતરણ

હાથે ખાંડેલા દેસી ઓસડીયા, વિવિધ જાતના ખાતર, રોપાનું પણ વિતરણ

રાજકોટઃ જસદણ ખાતે કેસર કલમી આંબા (રૂા.૧૦૦), કાલીપતિ ચીકુ (રૂા.૧૦૦)નું રાહત દરે વિતરણ કરવામાં આવેશે.

આ ઉપરાંત હાથે ખાંડેલ દેસી ઓસડિયા,  જીવંતીકા (ખરખોડી) પાવડર, અળસિયાનું ખાતર અને કોકોપીટનું ખાતર, પ્‍યોર મધ, વિવિધ જાતના દેશી સ્‍વાગત પીણાંના પાવડરો, વિવિધ જાતના શાકભાજીના બિયારણો, પાપડ, મોગરો ક્રોટોન, રસૂલીયા, ગાર્ડનીયા, જાસૂદ, લાલ અને મિક્‍સ કાશ્‍મીરી ગુલાબ, દિનકા રાજા, મધુકામીની, મધુમાલતિ, લીલી, ખટુંબરા વગેરેનું રોપાના રૂા.૩૦ લેખે રાહત દરે તેમજ  કદમ, ફણસ, ફાલસા, લકી બાંબુ, ઇંગ્‍લિશ ગુલાબના રોપાનું વિતરણ, વિવિધ જાતના ફૂલછોડનું રાહત દરે વિતરણ કરવામાં આવશે.

શ્રી વિનુભાઈ મહાદેવભાઇ ચાંઉ (આત્‍મીય ઓઇલ મિલ - જસદણ)ના આર્થિક સહયોગથી કેસર કલમી આંબા અને કાલીપતિ કલમી ચીકુના રોપાનું રાહત દરે વિતરણ થવાનું છે.

 સોશ્‍યલ ડિસટન્‍સનું પાલન અને માસ્‍ક ફરજીયાત પહેરવાનું રહેશે.

સ્‍થળઃ વાસુકિ ગેસ્‍ટહાઉસ, નવા બસ સ્‍ટેશનની સામે, જસદણ, તા.૯ શનિવાર, સમયઃ સવારે૮:૩૦થી બોપોરે ૧ 

વધુ માહિતી માટે વી.ડી.બાલા, પ્રમુખ, નવરંગ નેચર કલબ - રાજકોટ, મો.૯૪૨૭૫ ૬૩૮૯૮

(2:56 pm IST)