Gujarati News

Gujarati News

News of Thursday, 7th July 2022

ઉનામાં દેશી તમંચા સાથે ઝડપાયેલા યુવાનને ર દિવસની રિમાન્‍ડ

ગુન્‍હો કરવાને ઇરાદે નીકળ્‍યો હતોઃ તમંચો હરમડીયાથી લઇ આવ્‍યા

(નવીન જોષી દ્વારા) ઉના તા. ૭ :.. દેશી તમંચો સાથે ઝડપાયેલ આરીશ કુરેશીને ઉના પોલીસે પકડી પાડી પુછપરછ શરૂ કરી હતી અને ગંભીર ગુન્‍હો કરવા નીકળ્‍યો હોય કોર્ટમાં રીમાન્‍ડની માગણી સાથે રજૂ કરતા કોર્ટે બે દિવસની રીમાન્‍ડ મંજૂર કરી છે.

ગીરસોમનાથ જીલ્લા પોલીસ વડા જાડેજા અને એએસપી જાટએ જીલ્લામાં પરવાના વગરા હથીયારો રાખતા ઇસમોને પકડવા સુચના આપતા ઉનાનાં પોલીસ ઇન્‍સ્‍પેકટર એમ. યુ. મસી અને મહિલા પીએસઆઇ ડી. બી. બાખણોત્રાના માર્ગદર્શન હેઠળ પો. હેડ કો. નીલેશભાઇ, પી. પી. બાંભણીયા, પો. કો. ભીખુશા બચુશા, ધર્મેન્‍દ્રસિંહ હરરાજસિંહ, જશપાલસિંહ પ્રતાપસિંહ શંકાસ્‍પદ લોકોની તપાસ કરતા હતા ત્‍યારે દરમિયાન બાતમી મળેલ કે ગીરગઢડા રોડ ઉપર ૮૦ ફુટના રોડ ઉપર બાપા સીતારામની મઢૂલી પાસે કોઇ ગંભીર ગુનો કરવાના ઇરાદે અથવા કોઇને ધમકાવવા ઉનાના નીચલા રહીમનગરમાં રહેતો આરીશ ફારૂકભાઇ કુરેશી ઉ.વ.ર૦ રે. ઉના વાળાની ધર્મેન્‍દ્રસિંહ અને જશપાલસિંહે તેની અંગ જડતી લેતા છૂપાવેલ દેશી બનાવટનો તમંચો નંગ-૧ ગેરકાયદેસર, લાયસન્‍સ વગરનો મળી આવતા પોલીસ સ્‍ટેશને લાવી ગુનો દાખલ કરી પકડી આ દેશી તમંચો કોની પાસેથી ખરીદી કરી હતી. અને તેનો ઇરાદો શું છે તે અંગે પુછપરછ કરી રહ્યા છે.

આરોપીને ઉના કોર્ટમાં રીમાન્‍ડ માટે પીએસઆઇ સાંખટે રજૂ કરતા બે દિવસની રીમાન્‍ડ મંજૂર કરી હતી. આ દેશી તમંચો હરમડીયાથી લીધો હોવાનું જણાવતા તપાસ હરમડીયા સુધી લંબાવી હતી.

(12:15 pm IST)