Gujarati News

Gujarati News

News of Thursday, 7th July 2022

વાંકાનેરના શ્રી રૂગનાથજી મંદિર ખાતે નૂતન નિર્મીત ધ્‍વજાદંડ પૂજન

(લિતેશ ચંદારાણા દ્વારા) વાંકાનેર તા. ૭ :.. વાંકાનેરમાં શ્રી રૂગનાથજી મંદિર ખાતે શ્રી લાલજી મહારાજનું ગુરૂસ્‍થાન ખાતે પરમ કૃપાળુ રાઘવેન્‍દ્ર સરકાર અને જાનરાય ભગવાન તેમજ સદ્‌્‌ગુરૂ સાકેતવાસી સર્વે આચાર્યઓના આશિર્વાદથી સર્વે શિષ્‍ય વૃંદના ભાવાત્‍મક ભાવના શ્રી રૂગનાથજી મંદિરની પ્રેરણારૂપ નુતન નિર્મીત ધ્‍વજા દંડનું આયોજન અષાઢ સુદ નોમ તા. ૮ ના રોજ કરેલ છે. જેથી દરેક શિષ્‍ય પરિવારોને આ ધર્મયાત્રામાં જોડાવવા શ્રી રૂગનાથજી મંદિર તેમજ સેવક ગણ દ્વારા આમંત્રીત કરાયા છે.

કાર્યક્રમના પ્રારંભે તા. ૭ ને ગુરૂવારે સવારે ૭.૩૦ કલાકે છલીરામદાસજી મહારાજના હસ્‍તે યજ્ઞનો પ્રારંભ થશે. ત્‍યારબાદ ૧૧ કલાકે અગ્નિ સ્‍થાપના (અરણી મંથન દ્વારા કરવામાં આવશે.

બપોરે ૩.૩૦ કલાકે ધ્‍વાજા દંડની પૂજનવિધી યજ્ઞ - મંડપમાં થશે. ત્‍યારબાદ તા. ૮ ને શુક્રવારે સવારે ૯ કલાકે ધ્‍વજા દંડની શિખર ઉપર સ્‍થાપના છબીરામદાસજી મહારાજ (ભકિત ભુષણ)ના વરદ હસ્‍તે થશે. યજ્ઞની પુર્ણાહૂતિ તા. ૮ ને શુક્રવારે બપોરે ૧ર કલાકે થશે.

યજ્ઞના આચાર્ય પદે શાષાી શ્રી રાકેશભાઇ જોષી રહેશે.

સંતો-મહંતો દ્વારા આશિર્વચન તા. ૮ ને શુક્રવારે સવારે ૮.૩૦ કલાકે સંતો - મહંતો દ્વારા આશિર્વચન તા. ૮ ને શુક્રવારે સવારે ૮.૩૦ કલાકે રાખવામાં આવેલ છે. જેમાં મહામંડલેશ્વર મહંત દુર્ગાદાસજી મહારાજ તથા સાયલા (ભગતનું ગામ), વઢવાણ, રાજસીતાપુર, વિરમગામ કમીજલા, બરવાળા, મેસરીયા, રાણપુર, વવાણીયા તથા મહંત ભાવેશ્વરી માતાજી (રામધન આશ્રમ -મોરબી) સહિતના સંતો-મહંતો ઉપસ્‍થીત  રહી આશીર્વચન પાઠવશે.

ત્‍યાર બાદ શુક્રવારે બપોરે રામચોક ખાતે આવેલ બ્રાહ્મણની ભોજનશાળા ખાતે મહાપ્રસાદ રાખવામાં આવેલ છે. તેમાં પધારેલ સંતો-મહંતો સેવકગણ, શિષ્‍ય પરિવાર તથા આમંત્રીત મહેમાનો મહાપ્રસાદનો લાભ લેવા શ્રી રૂગનાથજી મંદિર તથા સેવકગણ પરિવારે અનુરોધ કરેલ છે.

(12:12 pm IST)