Gujarati News

Gujarati News

News of Thursday, 7th July 2022

માણાવદરમાં યુવાને લીમડા સાથે લટકીને ગળાફાંસો ખાતા અરેરાટી

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા.૭ : માણાવદરનાં નિતેશભાઇ કવાભાઇ સરવૈયાએ લીમડા સાથે લટકીને ગળાફાંસો ખાય લેતા અરેરાટી વ્‍યાપી ગઇ હતી.

માણાવદરના રાવલપરામાં રહેતા ૩૬ વર્ષીય નિલેશ સરવૈયાને સવારના પહોરમાં પોતાના ઘર પાસેના લીમડાના ઝાડ સાથે  દોરડા વડે ગળાફાંસો ખાયને આપઘાત કરી લીધો હતો.

યુવાનની આત્‍મહત્‍યા પાછળનું કારણ બહાર આવેલ નથી. વિશેષ તપાસ હેડ કોન્‍સ્‍ટેબલ બી.એન.ચાવડા ચલાવી રહયા છે.

(12:27 pm IST)