Gujarati News

Gujarati News

News of Thursday, 7th July 2022

મેઘો ધમરોળશે, રાજયભરમાં સચરાચર વરસાદ વરસશે

આજે કચ્‍છ, દ્વારકા, મોરબી, પોરબંદર તો કાલે જામનગર, પોરબંદર અને ગીર સોમનાથમાં આગાહી : રવિવાર સુધી સૌરાષ્‍ટ્રના દરિયાઈ પટ્ટીના વિસ્‍તારો, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ ખાબકશેઃ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના : રાજયમાં આજથી આગામી ૯૬ કલાક ભારેઃ સૌરાષ્‍ટ્ર- કચ્‍છ- દ.ગુજરાતમાં પડશે ધોધમાર વરસાદઃ સુરત, નવસારી, વલસાડમાં ભારે વરસાદની આગાહી જૂનાગઢ, દ્વારકા, ગીરસોમનાથમાં ધોધમારની આગાહીઃ જામનગર, પોરબંદર, અમરેલી, ભાવનગરમાં ભારે વરસાદની આગાહી : રાજકોટ સહીત સૌરાષ્‍ટ્રમાં વરસાદની આગાહી, સૌરાષ્‍ટ્રમાં શનિવાર સુધી ભારે વરસાદનું ઓરેન્‍જ એલર્ટ, ગીર સોમનાથ, દીવ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, રાજકોટ સહીતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, તંત્ર સતર્ક એનડીઆરએફ અને એનડીઆરએફ સહીત ટીમો સ્‍ટેન્‍ડબાય

રાજકોટઃ ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ વરસવાની હવામાન વિભાગે આગાહી કરી છે. જે મુજબ ૭, ૮ અને ૯ જુલાઇના  અતિ ભારે વરસાદ પડવાની શકયતા વ્‍યક્‍ત કરવામાં આવી છે. આજે વલસાડ, નવસારી, કચ્‍છ, દ્વારકા, મોરબી અને પોરબંદરમાં અતિ ભારે વરસાદ પડી શકે છે. આગામી ૧૦મી સુધી સારા એવા વરસાદની આગાહી કરવામાં આવી છે.
તો આવતી કાલે ૮ મીના રોજ જામનગર, પોરબંદર અને ગીર સોમનાથને મેઘરાજા ધમરોળશે. જ્‍યારે કે અમદાવાદમાં સામાન્‍ય વરસાદની આગાહી કરાઇ છે. ભારે વરસાદની શકયતાને પગલે પાંચ દિવસ માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર આજે નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં ભારેથી અતિભારે  જ્‍યારે ભરૂચ, સુરત, જૂનાગઢ, ગીર સોમનાથ અને સંઘ પ્રદેશ દિવમાં તો આવતીકાલે સુરતના ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરાનગર હવેલી, દેવભૂમિ દ્વારકા અને પોરબંદરમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્‍યારે નર્મદા, ભરૂચ,રાજકોટ, જામનગર, જૂનાગઢ, મોરબી અને કચ્‍છમાં ભારે વરસાદ વરસી શકે છે.
જયારે શુક્રવારે સુરત, ડાંગ, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, તાપી, નવસારી,નર્મદા, ભરૂચ અને દિવમાં ભારેથી અતિભારે જ્‍યારે અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, છોટા ઉદેપુર, રાજકોટ, પોરબંદર, અમરેલી અને ભાવનગરમાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. આ ઉપરાંત શનિવારે દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા,સુરત, ડાંગ, નવસારી, તાપી, રાજકોટ, જામનગર, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથમાં ભારેથી અતિભારે, જ્‍યારે છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદ વરસી શકે છે. હવામાન વિભાગના અધિકારીએ જણાવ્‍યુ હતુ કે પાંચ દિવસમાં દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ થવાની અને પાંચ જુલાઈથી દસ જુલાઈ સુધીમાં સૌરાષ્‍ટ્રના દ્વારકા, પોરબંદર અને વલસાડમાં અતિભારે વરસાદ વરસી શકે છે. વરસાદની આગાહીને પગલે રાહત કમિશનરે બેઠકમાં જણાવ્‍યુ હતુ કે કચ્‍છમાં ગાંધીનગરથી NDRFની એક ટીમ મોકલવાનો નિર્ણય કરાયો છે. આ સિવાય આણંદથી NDRFની ટીમ વલસાડ પહોંચી છે. જ્‍યારે SDRFની ૧૧ ટીમો રાજ્‍યમાં જુદા જુદા જિલ્લામાં સ્‍ટેંડબાય રખાઈ છે. જે પૈકી એક ટીમ પોરબંદર પહોંચી છે

 

(11:53 am IST)