Gujarati News

Gujarati News

News of Thursday, 7th July 2022

બગસરા પોલિસ સ્ટેશન ખાતે ડીવાયએસપી જે,પી,ભંડેરી ના અધ્યક્ષ સ્થાને શાંતિ સમિતિની બેઠક મળી

પીઆઇ ડી વી પ્રસાદ ઉપસ્થિતિમાં બગસરાના પ્રશ્નો વિશે ચર્ચાઓ કરાઈ :બકરી ઈદ તહેવાર શાંતિમય રીતે મનાવવા લોકોને અનુરોધ કર્યો

બગસરા :આગામી  તારીખ 10 ના રોજ બકરી ઈદ તથા અન્ય તહેવાર હોવાથી તેને    ધ્યાને રાખીશાંતિ સમિતિની બેઠક. બોલાવી હતી. જેમાં બગસરા પોલીસ સ્ટેશનના પીઆઇ ડી વી પ્રસાદ ઉપસ્થિતિમાં બગસરાના પ્રશ્નો વિશે ચર્ચાઓ કરવામાં આવી હતી તેમજ બકરી ઈદ તહેવાર શાંતિમય રીતે મનાવવા લોકોને અનુરોધ કર્યો હતો તેમજ બગસરાના મુખ્ય માર્ગો અને બજારોમાં સીસીટીવી કેમેરા માટે ડીવાયએસપી ભંડેરીએ બગસરા વાસીઓ વચ્ચે પ્રશ્ન મૂકી અને સીસીટીવી મુકવાની માંગણી કરી હતી જેમાં નગરપાલિકા અથવા કોઈ પણ  પોન્સર અથવા કોઈ સંસ્થા દ્વારા ધ્યાને લઈ કેમેરા ફીટ કરવામાં આવે તો ગુનાહિત પ્રવૃત્તિ પર લગામ લાગે અને કોઈ અનિશ્ચિત બનાવો બનતા અટકે તેમ ડીવાયએસપી ભંડેરી સાહેબે જણાવ્યું હતું તેમજ રશ્મિનભાઈ ડોડીયા દ્વારા પોલીસ ના ક્વાર્ટર માટે ડીવાયએસપી સાહેબને રજૂઆત કરી તેમજ સીસીટીવી કેમેરાનો બગસરા નો પ્રશ્ન રસ લઇ અને પૂર્ણ કરવા રશ્મિન ભાઈ ખાતરી આપી હતી તેમજ અનકભાઈ વાળાએ બપોરે 12 કલાક આસપાસ નિશાળ છુટતા ટ્રાફિકની સમસ્યા હલકરવા રજૂઆત કરી હતી પત્રકાર સમીરભાઈ વિરાણી દ્વારા ડી વાયએસપી ભંડેરી સાહેબને વનવેનો અમલ કરવા જણાવેલ જે કલેક્ટર શ્રી ડીએ સત્યા સાહેબ જાહેરનામું બગસરા સિટીમાં પ્રસિદ્ધ કર્યું હતું તેનો અમલ આજ દિન સુધી થયેલ નથી જે તાત્કાલિક ધોરણે આ બાબતે ધ્યાનમાં લઇ અને અમલ કરવા આવે તેમ માંગણી કરી હતી આત કે ઉપસ્થિત રશ્મિનભાઈ ડોડીયા હનીફભાઈ ભટ્ટી મુસ્લિમ સમાજના પ્રમુખ રજાકભાઈ કાળવાતર અનકભાઈ વાળા બગસરા તાલુકા પ્રમુખ પ્રદીપભાઈ ભાખર ધીરુભાઈ માયાણી રમેશભાઈ સતાસીયા કનુભાઈ પટોળીયા નગરપાલિકાના પ્રમુખ પરેશભાઈ ખીમસુરીયા નીરવ ગોંડલીયા ચંદુભાઈ ગોંડલીયા સહિતના વિગેરે હિન્દુ મુસ્લિમ આગેવાનો કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા બકરી ઈદ નો પાવન તહેવાર  શાંતિમય માહોલ વચ્ચે કોમી એકતા કાયમ રહે હર્ષ ઉલ્લાસ થી ઉજવાય કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેના ભાગરૂપે ડીવાયએસપી ભંડેરી દ્વારા શાંતિ સમિતિ ની બેઠક બોલાવવામાં આવી હતી (તસ્વીર સમીર વિરાણી બગસરા)
    

 

(11:17 am IST)