Gujarati News

Gujarati News

News of Thursday, 7th July 2022

જામ ખંભાળિયામાં તા. ૭થી ૧૩ જુલાઇ સુધી સખી મેળો અને વંદે ગુજરાત ૨૦ વર્ષની વિકાસયાત્રા પ્રદર્શન કાર્યક્રમનું આયોજન

સંસદ સભ્ય પૂનમબેન માડમ સખીમેળાનો શુભારંભ કરાવશે:રાજપૂત સેવા સમાજ ખાતે યોજાનાર સખી મેળો અને પ્રદર્શન યોજાશે

દેવભૂમિ દ્વારકા :વંદે ગુજરાત ૨૦ વર્ષનો સાથ ૨૦ વર્ષનો વિશ્વાસ વિકાસયાત્રાના પ્રદર્શન કમ જિલ્લા કક્ષાના મેળો તેમજ સખી મેળાનુ  દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આયોજન કરવામાં આવ્યું છે. દેવભૂમિ દ્વારકાનો જિલ્લા કક્ષાનો કાર્યક્રમ તા. ૭ થી ૧૩ દરમિયાન સવારે ૧૦:૦૦ થી રાત્રીના ૦૯ :૦૦ કલાક દરમિયાન રાજપૂત સેવા સમાજ, બેઠક રોડ, જામ ખંભાળિયા ખાતે યોજાશે. સંસદસભ્ય પૂનમબેન માડમ તા. ૭ના સાંજે ૦૫ – ૦૦ કલાકે સખીમેળાનો શુભારંભ કરાવશે.
સખી મેળામાં ૫૦ જેટલા વિવિધ સખી મંડળો દ્વારા હેન્ડીક્રાફ્ટની ચીજ વસ્તુઓ, હેન્ડલુમ, ઓર્ગેનિક-હર્બલ પ્રોડક્ટ, વિવિધ પ્રકારના અથાણા, પાપડ, મસાલાઓ તેમજ વિવિધ જાતની વાનગીઓ સહિતના ખાણી-પીણીના સ્ટોલ્સનો સમાવેશ કરાયો છે. આઝાદી કા અમૃત મહોત્સવ” ની ઉજવણીના ભાગરૂપે જુદા જુદા સરકારી વિભાગો દ્વારા જે તે સ્ટોલમાં ગુજરાતના ૨૦ વર્ષની વિકાસયાત્રા પ્રદર્શિત કરવા ઉપરાંત યોજનાકીય લાભો અંગેની જાણકારીના સાહિત્ય-પેમ્પલેટ્સનું વિતરણ કરવામાં આવશે. શહેરીજનોને સખીમેળા અને પ્રદર્શન નિહાળવા વહીવટી તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

(10:58 am IST)